Health Tips/ બટેકાનો ઉપયોગ કરો તેની છાલ સાથે જ, વાંચો આટલા બધા છે ફાયદા

બટેકાની કોઈ પણ વાનગી બનાવીએ ત્યારે આપણે સૌથી પહેલું કામ તેની છાલ ઉતારવાનું કરીએ છીએ. પરંતુ કદાચ તમને ખબર નહિ હોય છે

Health & Fitness Lifestyle
છાલ

બટેકાની કોઈ પણ વાનગી બનાવીએ ત્યારે આપણે સૌથી પહેલું કામ તેની છાલ ઉતારવાનું કરીએ છીએ. પરંતુ કદાચ તમને ખબર નહિ હોય છે બટાકાને તેની છાલ સાથે ખાવાથી તેના ઘણા ફાયદા છે. નાના બાળકોને બટેકાનું શાક છાલવાળું હોય તો ભાવતું નથી. તમે જોયું હશે કે મોટા ભાગે કોઈ શુભપ્રસંગ કે લગ્નપ્રસંગે બટેકાનું શાક છાલ સાથે જ હોય છે. છાલવાળું શાક એ છાલ વગરના શાક કરતા ઘણું સ્વાદિષ્ટ લાગે છે. બટેકા જમીનની અંદર ઉગતું શાકભાજી છે. આમ બાકીના શાકભાજી કરતા કંદમૂળમાં વધારે ખનીજ તત્વો રહેલા હોય છે.

આ પણ વાંચો :શિયાળામાં ગંઠોડા ખાવાના છે આ ફાયદાઓ..

આ છે બટેકાની છાલના ફાયદા

બટેકાની છાલમાં માત્ર ફાઈબર જ નહિ પરંતુ બીજા પણ ઘણા બધા પોષક તત્વો રહેલા છે. તમને જાણીને નવાઈ લાગશે કે છાલના લીધે બટેકામાં પોષકતત્વો જળવાઈ રહે છે.

એક બટેકાની છાલમાં ૧૧૦ કેલરી રહેલી હોય છે. બટેકા હ્રદય માટે ખુબ સારા છે કેમ કે તેમાં ફેટ કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ નથી હોતું. બટેકાને બાફ્યા પહેલા તેની છાલ ન ઉતારવાથી તેમાં રહેલા પોષકતત્વો જળવાઈ રહે છે.

આ પણ વાંચો :સવારે ખાલી પેટે ચા પીવાથી થાય છે અનેક નુકસાન, જાણીલો તમે પણ ….

ફાઈબર

બટેકા સહિત ઘણી બધી બીજી શાકભાજીમાં ફાઈબર રહેલું છે . ફાઈબર થી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. આ તત્વના લીધે તમને જલ્દી ભૂખ નથી લગતી આથી વજન ઉતારવામાં તે ખુબ જરૂરી નીવડે છે. તેના લીધે લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. હ્રદયની બીમારીનો ખતરો પણ ઓછો થઇ જાય છે

પોટેશિયમ

છાલ સાથેના બટેકામાં પોટેશિયમનો મોટો સ્ત્રોત રહેલો છે. શરીરની દરેક કોશિકા સરખી રીતે કામ કરે તે માટે આ તત્વ ખુબ જરૂરી છે.

બટેકા એ કંદમૂળ છે એટલે કે તે જમીનની અંદર ઉગે છે આથી તે ખનીજ તત્વથી પણ ભરપુર હોય છે. એક બટેકામાં ૬૨૦ મીલીગ્રામ પોટેશિયમ રહેલું હોય છે.

આ પણ વાંચો :લગ્નના આણા- પહેરામણી માટે ઇન્ડો-વેસ્ટર્ન ટચ, આઇડિયા અચ્છા હૈ..

વિટામીન સી

બટેકા અને તેની છાલ બંનેમાં ઘણા વિટામિન્સ રહેલા છે. તેમાં ૪૫ ટકા જેટલું વિટામીન સી રહેલું છે . કોષોને સુધારવામાં વિટામીન સી જરૂરી છે જે બટેકાની છાલમાંથી મળી રહે છે. માત્ર વિટામીન સી જ નહિ પરંતુ તેમાંથી વિટામીન બી૩ પણ મળે છે. બટેકાની વાનગી તેની છાલ સાથે ખાવાથી જ્ઞાનતંતુ મજબુત બને છે.

આ પણ વાંચો :ઓમિક્રોન વેરિયન્ટથી લડવા માટે બાળકોની ઇમ્યુનિટી મજબૂત કરશે આ ઘરેલું ટિપ્સ