Gujarat/ વેકસીનેશનની કામગીરી પૂર્ણ, કેન્દ્ર જાહેર કરે તો તરત શરૂ કરાશે રસીકરણ : મુખ્યમંત્રી રૂપાણીની મહત્વની જાહેરાત

ભારત સરકાર રસીકરણ પ્લાન જાહેર કરે કે તુરત જ ગુજરાતમાં પણ વેકસીનેશન કામગીરી રાજ્ય સરકાર શરૂ કરી દેવા સુસજ્જ છે.

Top Stories Gujarat Others
નલિયા 9 વેકસીનેશનની કામગીરી પૂર્ણ, કેન્દ્ર જાહેર કરે તો તરત શરૂ કરાશે રસીકરણ : મુખ્યમંત્રી રૂપાણીની મહત્વની જાહેરાત
  • ટૂંક સમયમાં આવશે મેડ ઇન ઇન્ડિયા વેક્સિન
  • રાજ્ય સરકારે કરી સંપૂર્ણ તૈયારીઓ
  • ટ્રાયલરનને મળી છે જબરદસ્ત સફળતા
  • ડાંગમાં મુખ્યમંત્રીએ કરી જાહેરાત
  • ટૂંક સમયમાં શરૂ થઇ જશે રસીકરણ
  • કોલ્ડચેઇન-સર્વેક્ષણ-તાલીમ બધી વ્યવસ્થાઓ સરકારે કરી દીધી છે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વનબંધુ વિસ્તાર આહવા ડાંગમાં પાણી પુરવઠાની યોજનાઓના ભૂમિપૂજન-ખાતમૂર્હત અવસરે સંબોધન કરતાં માહિતી આપી હતી કે, ગુજરાત કોવિડ-19 કોરોના સામેના વેકસીનેશન અંગે સંપૂર્ણ સજ્જ છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, હવે ટૂંક સમયમાં જ આ મેઇડ ઇન ઇન્ડીયા વેકસીન આવી જવાની છે અને રસીકરણ પણ શરૂ થવાનું છે.

ગુજરાતમાં આ રસીકરણની સંપૂર્ણ તૈયારીઓ રાજ્ય સરકારે કરી લીધી છે. કોલ્ડચેઇન બની ગઇ છે, સર્વેક્ષણ કામગીરી થઇ ગઇ છે તથા રસીકરણ માટેની તાલીમ પણ કર્મીઓને અપાઇ ગઇ છે.

ભારત સરકાર રસીકરણ પ્લાન જાહેર કરે કે તુરત જ ગુજરાતમાં પણ વેકસીનેશન કામગીરી રાજ્ય સરકાર શરૂ કરી દેવા સુસજ્જ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…