સુરેન્દ્રનગર/ દાઉદીવોરા જમાત દ્રારા વેક્સિન કાર્યકમ્ યોજ્યો

દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ… સુરેન્દ્રનગર કોરોનાકાળ માં છેલ્લા ઘણા સમયથી દેશ વ્યાપી સમસ્યા યથાવત રહી છે ત્યારે સમગ્ર દેશમાં તેમજ અન્ય દેશોમાં પણ વેક્સિન નો કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં દાઉદી જમાત ખાતે દાઉદી વોરા દ્વારા વેક્સિલેશન અવશ્ય પૂર્ણાહુતિ કાર્યક્રમ […]

Gujarat Others
Untitled 322 દાઉદીવોરા જમાત દ્રારા વેક્સિન કાર્યકમ્ યોજ્યો

દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ… સુરેન્દ્રનગર

કોરોનાકાળ માં છેલ્લા ઘણા સમયથી દેશ વ્યાપી સમસ્યા યથાવત રહી છે ત્યારે સમગ્ર દેશમાં તેમજ અન્ય દેશોમાં પણ વેક્સિન નો કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં દાઉદી જમાત ખાતે દાઉદી વોરા દ્વારા વેક્સિલેશન અવશ્ય પૂર્ણાહુતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું .

આ કાર્યક્રમમાં વોરા સમાજ દ્વારા ઘરે-ઘરે જઈને જાગૃતિ અભિયાન સાથે લોકોને સમજણ આપવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી એ ટીમના સદસ્ય દ્વારા લોકોને વ્યક્તિગત વેક્સિન વિશે સમજણ પૂરી પાડવામાં આવી હતી સાથે જમાતખાના ની અંદર વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વેકસીન આપવામાં આવી હતી .

આ કાર્યક્રમમાં દાઉદી વોરા સમાજ દ્વારા ૫૦ થી વધુ લોકોએ એક સાથે વેક્સિનેશન કરાવ્યું હતું સાથે ૪૫ વર્ષથી ઉપરના તમામ વોરા સમાજ દ્વારા વેક્સિન કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો સાથે વોરા સમાજના અગ્રણી કાદરભાઈ વર્ધાવાલા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી સાથે દાઉદી વોરા સમાજ દ્વારા પણ અગ્રણીઓ નો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો.