Not Set/ અમદાવાદમાં આજે વેક્સિનેશન બંધ રહેશે ,શહેરમાં કોવેક્સિનનો બીજો ડોઝ જ 11 સેન્ટરો પર અપાશે

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જાહેરાત કરાઈ કે આજે શહેરના 11 વેકસીન સેન્ટર ઉપર કોવેક્સીનનો બીજો ડોઝ મળી શકશે.આ સિવાય અન્ય તમામ સ્થળોએ વેકસીનેશનની કામગીરી બંધ રાખવામાં આવશે. 

Ahmedabad Gujarat
Untitled 222 અમદાવાદમાં આજે વેક્સિનેશન બંધ રહેશે ,શહેરમાં કોવેક્સિનનો બીજો ડોઝ જ 11 સેન્ટરો પર અપાશે

   રાજય માં આ વખતે  કોરોનાની બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી. જેમાં લાખો લોકો  કોરોના સંક્રમિત થયા હતા  અને લાખો લોકો ના મૃત્યુ પણ થયું હતું . સરકાર દ્વારા કેસો ને નિયંત્રણમાં લાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે . ત્યારે સમગ્ર રાજય માં  વેક્સીનેસન ના કાર્યક્રમને વેગ આપવામાં આવ્યા છે . ત્યારે સરકાર દ્વારા બુધવાર અને રવિવારના રોજ  વેક્સીનેસનના કાર્યક્રમ બંધ રાખવામાં આવશે .ત્યારે આજે પણ વેક્સીનેશનના કાર્યક્રમને બંધ રાખવામાં આવ્યા છે .

આ પણ વાંચો: તલવારબાજીમાં ભારતની જીત સાથે શરૂઆત, ભવાની દેવીએ રચ્યો ઈતિહાસ

ત્યારે  અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જાહેરાત કરાઈ કે આજે શહેરના 11 વેકસીન સેન્ટર ઉપર કોવેક્સીનનો બીજો ડોઝ મળી શકશે. ભારત બાયોટેકની કોવેક્સીન રસીનો પહેલો ડોઝ લીધો હોય અને મુદત પૂર્ણ થતી હોય તો બીજો ડોઝની વ્યવસ્થા કરી છે. શહેરીજનોએ કોવેક્સીનનો પ્રથમ ડોઝ લીધાના 4થી 6 વીકમાં બીજો ડોઝ લેવો પડે છે જે નાગરિકોએ પ્રથમ ડોઝ લીધાને 28 દિવસ પછી કોવેક્સીનનો બીજો ડોઝ લેવો પડે છે પણ કોવેક્સીનની રસીનો સ્ટોક આવતો નથી જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતાએ  માત્ર બીજો ડોઝ લેવાનો હોય તેમના માટે 11 સ્થળોએ વ્યવસ્થા કરી છે.આ સિવાય અન્ય તમામ સ્થળોએ વેકસીનેશનની કામગીરી બંધ રાખવામાં આવશે.

આજે  કોવેક્સીનના બીજા ડોઝ માટે  આ સેન્ટરો ખુલ્લા રહેશે 

1. નંદલાલ વાધવા હોલ, ઠક્કરનગર
2. સૈજપુર અર્બન હેલ્થ સેન્ટર, મેમકો
3. નરોડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
4. વિશ્વ ભરતી સ્કૂલ, નારોલ
5. આંબેડકર હોલ, દાણીલીમડા
6. સ્વામિનારાયણ મંદિર, મણિનગર
7. મંગલ પાંડે હોલ, વિરાટનગર
8. ટાગોર હોલ, પાલડી
9. ચાંદખેડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
10. ન્યુ વેજલપુર અર્બન હેલ્થ સેન્ટર
11. પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ