તાનાશાહી/ પાલનપુરથી અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડ, મધરાતે પ્લેનથી લઇ ગયા આસામ

વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ની ધરપકડ કરવામાં આવી છે. આસામ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. અને મધરાત્રે તેમને પ્લેન દ્વારા આસામ લઇ જવામાં આવ્યા છે. 

Top Stories Gujarat
1 117 પાલનપુરથી અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડ, મધરાતે પ્લેનથી લઇ ગયા આસામ
  • વડગામના MLA મેવાણીની ધરપકડ
  • આસામ પોલીસે કર્યા છે મેવાણીને એરેસ્ટ
  • આસામના કેસો બાબતે મેવાણીની ધરપકડ
  • મેવાણીએ કરેલા ટ્વિટ મામલે કાર્યવાહી
  • મેવાણીને વિમાન માર્ગે આસામ લઈ જવાયા
    મેં

વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી છે. આસામ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. અને મધરાત્રે તેમને પ્લેન દ્વારા આસામ લઇ જવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડગામના અપક્ષ ધરાભ્ય જીજ્ઞેશ મેવાણીને પાલનપુર સર્કિટ હાઉસમાંથી બુધવારે મોડી રાતે 11.30 કલાકે ધરપકડ કરવામાં આવી હતી. અને પાલનપુર પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને રોડ માર્ગે અમદાવાદ અને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને હવાઈ માર્ગે આસામ લઇ જવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ એરપોર્ટ પર તેમને મળવા પહોંચ્યા હતા.

જો કે અ અંગે કો FIR ની કોઈ કોપી મેવાનીને આપવામાં આવી નથી. અને કયા કારણોસર તેમની ધરપકડ કરવામાં આવી છે તે જાણવા મળ્યું નથી.  પરંતુ મેવાણીએ કરેલી કેટલીક ટ્વિટને કારણે આ અટકાયત થઇ હોવાનું આધારભુત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

jignesh mevai arrest 1 પાલનપુરથી અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડ, મધરાતે પ્લેનથી લઇ ગયા આસામ

જો કે પોતાની ધરપકડ અંગે જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ‘હું કાલે પણ લડતો હતો, આજે પણ લડી રહ્યો છું અને આવતીકાલે પણ લડીશ. કયા કેસમાં મને લઇ જવામાં આવે છે તેની મને જાણ નથી હજી, આસામ પોલીસે એફઆરઆઈની કોપી આપી નથી. મને એમ કહેવામાં આવ્યું કે, તમે ટ્વિટ કર્યુ છે તેના કારણે તમારી પર એફઆરઆઇ કરી છે. આવી એફઆરઆઈથી હું ડરવાનો નથી. જ્યાં આશાંતિનો માહોલ હતો તે અંગે મેં આ ટ્વિટમાં શાંતિની અપીલ કરી હતી.’

2 પાલનપુરથી અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડ, મધરાતે પ્લેનથી લઇ ગયા આસામ

મધરાતે 3.30 વાગ્યે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અમદાવાદ એરપોર્ટ ખાતે જીજ્ઞેશ મેવાણી સાથે મુલાકાત કરી હતી. લડાયક યુવાનો ભાજપની સરકાર સામે પ્રજાનો અવાજ મજબૂતાઈ થી ઉઠાવે છે ત્યારે ભાજપ તાનાશાહી સરકાર ડરાવી રહી છે. પરંતુ અમે ડરીશું નહિ લડીશું.  તો સાથે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાળા, ડો.સી જે ચાવડા, કોંગ્રેસ નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી અન્ય આગેવાનો અમદાવાદ એરપોર્ટ ખાતે હાજર રહ્યા હતા.