Not Set/ એક્સપ્રેસ-વે ઉપર ૧૦૦ રૂપિયા માટે કરવામાં આવી હતી મેનેજરની હત્યા, ત્રણની ધરપકડ 

આણંદ, નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અમદાવાદની ખાનગી કંપનીના માર્કેટિંગ મેનેજરની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા અને અમદાવાદ ખાતે એશિયન ગ્રેનાઈટો કંપની લિ.માં સેલ્સ એન્ડ માર્કેટિંગ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા સંજય તારાચંદ ચાંગની ગત સપ્તાહમાં […]

Top Stories
nadiad murder એક્સપ્રેસ-વે ઉપર ૧૦૦ રૂપિયા માટે કરવામાં આવી હતી મેનેજરની હત્યા, ત્રણની ધરપકડ 

આણંદ,

નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અમદાવાદની ખાનગી કંપનીના માર્કેટિંગ મેનેજરની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા અને અમદાવાદ ખાતે એશિયન ગ્રેનાઈટો કંપની લિ.માં સેલ્સ એન્ડ માર્કેટિંગ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા સંજય તારાચંદ ચાંગની ગત સપ્તાહમાં અમદાવાદ જતાં હતા ત્યારે નડિયાદ નજીક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે ઉપર પેટમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરાયેલી હાલતમાં તેમની લાશ મળી આવી હતી. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ મામલામાં સ્થાનિક લોકોએ નડિયાદ શહેરમાંથી એક વ્યક્તિને રિવોલ્વર સાથે પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસની પૂછપરછ દરમિયાન આ શખ્સે સંજય ચાંગની હત્યાનો ભેદ ખોલતા કહ્યું હતું કે, તેના મિત્રોની સાથે મળીને ભાડાની બાબતમાં થયેલા ઝગડામાં હત્યા કરી હતી.

આ અંગે ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક મનિન્દરસિંહ પવારે નડિયાદમાં જણાવ્યું હતું કે, સંજય પોતાની કાર લઈને અમદાવાદ જતો હતો ત્યારે ઉત્તરપ્રદેશના કપૂરપટ્ટીના વતની અને હાલ સુરતમાં અમરોલી રોડ પર પાંડેસરા નિવાસી દિનેશ ઉર્ફે છોટુ રામખિલાડી યાદવ તેમજ તેના સાથીઓ ભાવનગરના કરદેજ ચોરામાં રહેતા જયપાલ ઉર્ફે જપો કાના ઢીલા અને સીદસર મેઘાનગરી નિવાસી કલ્પેશ ઉર્ફે કપો નાથા કોતરની સાથે સુરતથી વડોદરા પહોંચ્યા હતા. આ ત્રણેય જણા દુમાડ ચોકડી પાસે ભાવનગર જવા માટે વાહનની રાહ જોતા હતા.

આ સમયે સંજયે પોતાની કાર રોકીને ૨૦૦ રૂપિયા વ્યક્તિદીઠ ભાડું નક્કી કરીને ત્રણેયને કારમાં બેસાડ્યા હતા. નડિયાદ નજીક ત્રણેયે ૧૦૦ રૂપિયા વ્યક્તિ દીઠ અમદાવાદ સુધીનું ભાડું આપવાની વાત કરી હતી. જેથી નારાજ થયેલા સંજયે ગાળી-ગલોચ કરીને ડાકોર નજીક ઉતારી દેવા માટે કાર ઉભી રાખી હતી.

આ સમયે બોલાચાલી વધી જતા સંજયે પોતાની પાસે રહેલ ચાકુ કાઢ્યું હતું.  જેથી પાછળ બેસેલા જયપાલે સંજયનું ગળું પકડ્યું હતું. કલ્પેશે સંજય પર છરા વડે હાથ-પગ ઉપર ઘા ઝીક્યા હતા. જયારે દિનેશે કારમાંથી ઉતરીને ડ્રાઈવર તરફના દરવાજા પાસે જઈને પોતાની પાસે ભરેલી દેશી પિસ્તોલમાંથી સંજય ઉપર ફાયર કર્યું હતું. આ ગોળી સંજયના પેટમાં વાગતા તેમનું મોત નીપજ્યું હતું.

આ દરમિયાનમાં પોલીસ યુનિફોર્મમાં કોઈ અધિકારી ત્યાંથી પસાર થઇ રહ્યા હોવાથી આ ત્રણેય ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ત્રણેયમાંથી દિનેશને નડિયાદમાંથી લોકોએ પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. જયારે જયપાલ અને કલ્પેશ રિક્ષા પકડીને નડિયાદ બસ સ્ટેન્ડ પહોંચીને એસટી બસ મારફત ભાવનગર રવાના થઈ ગયા હતા.

લોકોના હાથે પકડાયેલા દિનેશે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન કડક પૂછપરછ કરતા તેણે હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. જેના પછી પોલીસે જયપાલને સુરત અને કલ્પેશને તેના ઘરેથી ઝડપી લીધા હતા.