Not Set/ વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપનાં ટેકાથી કોંગ્રેસનાં બળવાખોર બન્યાં પ્રમુખ

વડોદરામાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ માટે ચૂંટણીનું આયોજન કરવામા આવ્યું હતું. નવા પ્રમુખ તરીકે ઈલાબેન ચૌહાણ ચૂંટાય આવ્યા છે. કોગ્રેસના બળવાખોર ભાજપના ટેકાથી પ્રમુખ બન્યા છે. તો સામે જેની પાસે જનાધાર સાથે સત્તા હતી તે કોગ્રેસનાં પ્રમુખ પદ્દનાં ઉમેદવાર નીલાબેન ઉપાધ્યાયની હાર થઈ છે. કહી શકાય તે વડોદરા જિલ્લા પંચાયતમાં કોગ્રેસે અંદરોઅંદર ખેંચતાણના કારણે સત્તા ગુમાવી […]

Top Stories
congress loss વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપનાં ટેકાથી કોંગ્રેસનાં બળવાખોર બન્યાં પ્રમુખ

વડોદરામાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ માટે ચૂંટણીનું આયોજન કરવામા આવ્યું હતું. નવા પ્રમુખ તરીકે ઈલાબેન ચૌહાણ ચૂંટાય આવ્યા છે. કોગ્રેસના બળવાખોર ભાજપના ટેકાથી પ્રમુખ બન્યા છે. તો સામે જેની પાસે જનાધાર સાથે સત્તા હતી તે કોગ્રેસનાં પ્રમુખ પદ્દનાં ઉમેદવાર નીલાબેન ઉપાધ્યાયની હાર થઈ છે. કહી શકાય તે વડોદરા જિલ્લા પંચાયતમાં કોગ્રેસે અંદરોઅંદર ખેંચતાણના કારણે સત્તા ગુમાવી છે.

આપણ વાંચો : વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખની યોજાશે ચૂંટણી, કોંગ્રેસીઓએ પોકાર્યો બંડ

આપને જણાવી દઇએ કે, વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનાં જ કેટલાક મહિલા સભ્યોએ કોંગ્રેસનાં સત્તાવાર જિલ્લા પંચાયતનાં પ્રમુખ પન્નાબેન ભટ્ટ સામે અવિશ્વાસની દરખાસ્તની સાથે શાસક પક્ષ એવા કોંગ્રેસનાં 11 સભ્યોએ બળવો કરતા અને શુક્રવારે યોજાયેલી જિલ્લા પંચાયતનાં પ્રમુખની ચૂંટણી માટે કોંગ્રેસનાં નીલાબેન ઉપાદ્યાયને મેન્ડેટ આપતા ફરી કોંગ્રેસમાં ભડકો થયો અને કોંગ્રેસનાં બળવાખોર સભ્યએ ઉમેદવારી ફોર્મ પણ ભર્યા હતા. કોંગ્રેસનાં સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોર ઇલાબેન ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, એટલું જ નહીં ભાજપે કોંગ્રેસનાં બળવાખોર ઈલાબેન ચૌહાણને બહારથી ટેકો આપ્યાનું પણ જાણવા મળ્યું છે. આમ નવા પ્રમુખ તરીકે ઈલાબેન ચૌહાણ ચૂંટાય આવ્યા છે.

ભાજપ સમગ્ર ઘટનાક્રમનો રાજકીય લાભ લઇ હાલ તો કોંગ્રેસનાં બાળવાખોર ઉમેદવારને ટેકો આપ્યો છે. જિલ્લા પંચાયતમાં કૂલ 36 સભ્યો છે. ભાજપનાં 14 સભ્યો છે, જ્યારે કોંગ્રેસનાં 22 સભ્યો છે. જેમાથી 11 સભ્યો દ્વારા બંડ પોકારવામાં આવ્યો હતો અને સત્તા પણ વિપક્ષ ભાજપનાં ટેકા સાથે હસ્તગત કરવામાં આવી છે.

 

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપનાં ટેકાથી કોંગ્રેસનાં બળવાખોર બન્યાં પ્રમુખ