Not Set/ વડોદરા ગેંગરેપ કેસ / અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને દબોચી લીધા

વડોદરા શહેરના નવલખી મેદાનમાં સગીરા ઉપર બે નરાધમોએ તેને ઉપાડી જઈને સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને દબોચી લીધા છે. બંનેની ઉંમર 20થી 25 છે. બંને વડોદરાના તરસાલી વિસ્તારમાં રહે છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. અમદાવાદ કાઇમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ કરનાર છે. પ્રાપ્ત વિગતો અનુસાર બંને આરોપી છે રીઢા ગુનેગાર […]

Top Stories Gujarat Vadodara
dhummas 2 વડોદરા ગેંગરેપ કેસ / અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને દબોચી લીધા

વડોદરા શહેરના નવલખી મેદાનમાં સગીરા ઉપર બે નરાધમોએ તેને ઉપાડી જઈને સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને દબોચી લીધા છે. બંનેની ઉંમર 20થી 25 છે. બંને વડોદરાના તરસાલી વિસ્તારમાં રહે છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. અમદાવાદ કાઇમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ કરનાર છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બંને આરોપી છે રીઢા ગુનેગાર છે. ચોરી સહિતના અનેક ગુનામાં આગાઉ સંડોવાઈ ચુક્યા છે. બંને આરોપી ગુનો આચર્યો ત્યારેની પીડીતાની કેટલીક વસ્તુ પણ તેમની પાસે થી મળી આવી છે. હતી. અગાઉ પણ આવા ગુનામાં સંડોવાયેલા છે. બંને આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે લાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ બને નરાધમોએ વડોદરા શહેરના નવલખી મેદાનમાં સગીરાને ઉપાડી જઈને આશરે 45  મિનીટ સુંધી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બંને આરોપીના સ્કેચ, ટેક્નિકલ સરવેલ્સન અને બાતમીના આધારે પકડાય છે.

વડોદરામાં નવલખી તળાવ પાસે આ બંન્ને નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. જેને સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યુંતઉં. અને ચેક ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા હતા. રાજ્યના ગૃહમંત્રીએ પણ પીડિતાના ઘર અને બનાવ સ્થળની મુલાકાત લીધી હતી.  જેથી આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી અને આરોપીઓના સ્કેચ તૈયાર કર્યા હતા. આમ છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યાં હતા ત્યારે આજે પોલીસને મોટી સફળતા હાથ લાગતા, હવે આરોપીઓ જેલનાં સળીયા પાછળ નાંખવામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.

વડોદરાના નવલખી કંપાઉન્ડમાં સગીરા પોતાના ફિયાન્સ સાથે બેઠી હતી, ત્યારે આ બને નરાધમ પોલીસ હોવાની ખોટી ઓળખાણ આપીને આવ્યા હતા અને સગીરાના ફીયાન્સને લાકડીથી માર માર્યો હતો. ત્યારબાદ સગીરાને ખેંચીને થોડે દૂર લઇ ગયા હતા, જ્યાં આશરે 45 મિનિટ સુધી બંને યુવાનોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. અને ત્યારબાદ પીડિતાને ત્યાં જ મૂકીને ફરાર થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.