vadodra/ દુમાડ ચોકડી પર થયેલા ધાણીફૂટ ફાયરિંગના CCTV આવ્યા સામે

વડોદરામાં દુમાડ ચોકડી બ્રિજ પાસે કારમાં ધસી આવેલા 15  જેટલા શખ્શો 6થી 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. દુમાડ ચોકડી પર બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી

Top Stories Gujarat Vadodara
a 59 દુમાડ ચોકડી પર થયેલા ધાણીફૂટ ફાયરિંગના CCTV આવ્યા સામે

વડોદરામાં દુમાડ ચોકડી બ્રિજ પાસે કારમાં ધસી આવેલા 15  જેટલા શખ્શો 6થી 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. દુમાડ ચોકડી પર બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં સામસામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બંન્ને પક્ષે થયેલી સામસામે ફાયરિંગમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, દુમાડ ચોકડી નજીક ત્રણ વાહનોમાં ધસી આવેલા લગભગ 15 જેટલા હુમલાખોરોએ ભરવાડ સમાજના લોકો પર અચાનક હુમલો કર્યો હતો. માર મારવાની સાથે હુમલાખોર દ્વારા છ થી સાત રાઉન્ડ ગોળીબાર થયો હોવાનું પણ કહેવાય છે. હુમલા બાદ હુમલાખોર ફરાર થયા હતા. બીજીતરફ પોલીસ અધિકારીઓ પણ કાફલા સાથે ધસી આવ્યા હતા.આ ઘટનાને પગલે વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો. સમગ્ર ઘટના પાછળ ગેંગવોર હોવાની શંકા સેવાઇ રહી છે.

ફાયરિંગની ઘટનાને લઈને લોકોનાં ટાળાં એકઠા થઇ ગયાં હતાં અને રસ્તા રોકો આંદોલન કરતાં હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. પોલીસે કાર્યવાહી કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ફાયરિંગ કરનાર આરોપી આયુબ પઠાણ કાર લઇને આવતો જોવા મળી રહ્યો છે. આરોપી આયુબ પઠાણના હાથમાં રિવોલ્વર જોવા મળી રહી છે. આ ઘટનાને પગલે લોકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. આરોપીઓને 24 કલાકમાં પકડવાની માંગ કરી હતી.

આ મામલે ACP ભરત રાઠોડે જણાવ્યું હતુ કે સાવલીથી વેપારી રૂપિયા લઇને આવતો હતો, તે દરમિયાન બ્રેઝા કારમાં આવેલા લોકોએ દુમાડ ચોકડી પાસે રોક્યો હતો. ત્યારબાદ મારામારી પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન ફાયરિંગ થયું હતું. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે પૈસાની લેતી દેતી મામલે આ હુમલો થયો છે.

કારમાં આવેલા  યુવકોએ પથ્થરમારો અને લાકડીઓથી પણ હુમલો કર્યો હતો અને ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. ઘટનાને પગલે ભરવાડ સમાજના લોકોનાં ટોળેટાળાં એકત્ર થઇ ગયાં હતાં અને રસ્તા રોકો આંદોલન કરતાં હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. જોકે પોલીસે કાર્યવાહી કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.