Vadodara/ વડોદરાને મળ્યા નવા મેયર, જાણો કોના નામ પર મરાઇ મહોર

સયાજીગંજ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કેયુર રોકડીયાએ રાજીનામું આપ્યા બાદ હવે વડોદરાના નવા મેયર કોણ બનશે તેને લઇને ચર્ચાઓ શરૂ થઇ હતી. હાલ આ ચર્ચા પર વિરામ લાગ્યો છે અને નિલેશ રાઠોડને નવા મેયર બનાવવામાં આવ્યા છે.

Top Stories Gujarat Vadodara
નવા મેયર

વડોદરા શહેરને આજે નવા મેયર મળ્યા છે. સયાજીગંજ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કેયુર રોકડીયાએ રાજીનામું આપ્યા બાદ હવે વડોદરાના નવા મેયર કોણ બનશે તેને લઇને ચર્ચાઓ શરૂ થઇ હતી. હાલ આ ચર્ચા પર વિરામ લાગ્યો છે અને નિલેશ રાઠોડને નવા મેયર બનાવવામાં આવ્યા છે.કેયુર રોકડીયાના સ્થાને આજે નિલેશ રાઠોડની વડોદરાના મેયરપદે પસંદગી કરવામાં આવી છે.

ધારાસભ્ય બન્યા બાદ કેયુર રોકડિયાએ વડોદરાના મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. મળતી જાણકારી અનુસાર, ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાના નિયમના કારણે કેયુર રોકડિયાએ મેયર પદેથી રાજીનામું આપ્યું હતુ. ગઇકાલે ધારાસભ્ય દર્શિતા શાહે પણ રાજકોટ ડેપ્યુટી મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. કેયુર રોકડિયા સયાજીગંજ બેઠક પર ધારાસભ્ય છે. કેયુર રોકડીયાએ મેયર તરીકે માર્ચ 2021માં પદભાર સંભાળ્યો હતો. રાજ્યના 18 જેટલા ધારાસભ્યો પોતે કે પરિવારના સભ્યો કોઈ પદ સંગઠનમાં હોય તો તેમને એક પદ વાળા નિર્ણયમાં સમાવિષ્ટ કરવામાં આવશે.

વડોદરામાંથી નવા મેયરની પસંદગી તરીકે મનોજ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય, ચીરાગ બારોટ દંડક, નીલેશ રઠોડ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય, અલ્પેશ લીંબાચીયા શાસક પક્ષના નેતાના નામ મોકલાયા હતા.

આપને જણાવી દઈએ કે, માત્ર છ માસ માટે એટલે કે 20 સપ્ટેમ્બર સુધી જ નવા મેયરનો કાર્યકાળ રહેશે.આટલા ઓછા સમય માટે મેયરની જવાબદારી સંભાળવાની હોવાથી ઉમેદવારોમાં રસ ઘટ્યો છે. મેયર પદ માટે 5 વર્ષની બે ટર્મની વ્યવસ્થા છે. જેમાં પહેલી ટર્મ જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે જ્યારે બીજી ટર્મ મહિલા ઉમેદવાર માટે અનામત છે. જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં સયાજીગંજ બેઠક પરથી પૂર્વ મેયર કેયુર રોકડિયા ભાજપમાંથી વિજેતા બનતા મેયરના પદેથી તેમણે રાજીનામુ આપતા હાલ મેયરનુ પદ ખાલી પડ્યુ છે

આ પણ વાંચો:વડોદરામાં સીટી બસની અડફેટે યુવકનું મોત

આ પણ વાંચો:કચ્છ જિલ્લામાં ભૂકંપના હળવા આંચકા, 3.3ની તીવ્રતા, કોઈ જાનહાનિ નહીં

આ પણ વાંચો:હિપોપોટેમસનો ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર જીવલેણ હુમલો, બન્નેની હાલત ગંભીર

આ પણ વાંચો:PM મોદીએ રાજભવનમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે એક કલાક કરી બેઠક