સસ્પેન્ડ/ વડોદરા પોલીસ કમિશનરે રાવપુરાના 5 પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ

પોલીસ કમિશનર સમશેર સિંઘે તાબડતોડ અસરકારક નિર્ણય લેતા શહેરના પોલાીસતંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે

Top Stories Gujarat
7 20 વડોદરા પોલીસ કમિશનરે રાવપુરાના 5 પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ
  • વડોદરા પો.કમિશ્નર સમશેર સિંઘનો સપાટો
  • રાવપુરા પો.સ્ટે.ના 5 પો.કર્મીઓને કર્યા સસ્પેન્ડ
  • 2 ASI, 3 કોન્સ્ટે.ને કરાયા સસ્પેન્ડ
  • બુટલેગરોને છાવરવાનો પો.કર્મી પર આક્ષેપ

વડોદરાના પોલીસ કમિશનર સમશેર સિંઘે તાબડતોડ અસરકારક નિર્ણય લેતા શહેરના પોલાીસતંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે ,પોલીસ કમિશનરે 2 એએસઆઇ અને 3 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતાં ચકચાર મચી જવા પામી છે, પોલીસે તેમની કામગીરી સક્રીય અને પોતાની ફરજ પુરી નિષ્ઠા સાથે નિભાવવાનો સ્પષ્ટ આદેશ કમિશનર તરફથી આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા વડોદરાના પોલીસ   કમિશનર શમશેર સિંઘે આજે એક સાથે એક જ પોલીસ સ્ટેશનના 87 કર્મચારીઓની બદલી કરી નાખી હતી.પોલીસ ઈતિહાસમાં આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ 87 કર્મચારીઓની શહેરના અલગ અલગ વિભાગમાં બદલી કરી દેવાઈ હતી.

પોલીસ સ્ટેશનોમાં કામ કરતા 89 પોલીસ કર્મચારીઓની કારેલીબાગમાં બદલી કરીને ત્યાં પડેલી જગ્યાઓ પુરવામાં આવી હતી. કારેલીબાગમાં કુલ 3 પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) કામ કરતા હતા. તેમને પણ શહેરના અલગ અલગ સ્થળે મોકલી દેવાયા છે. તેની સામે અલગ અલગ વિસ્તારમાંથી 2 સબ ઈન્સપેક્ટરને કારેલીબાગમાં મુકવામાં આવ્યા હતા.