વડોદરા/ પરમિશન વિના જ થતું હતું શૂટિંગ અને મેયર અચાનક આવી પહોંચ્યા પછી તો….

મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવતા વેપારીઓ અને શોર્ટ ફિલ્મ સર્કલની ટીમ વચ્ચે બોલાચાલી ના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સમગ્ર મામલો ઉગ્ર બને તે પહેલા ફિલ્મ સર્કલની ટીમ વેપારીઓના રોષને પારખી લેતા વેપારીઓ સામે નમતું જોખ્યું હતું

Top Stories Entertainment
ફિલ્મ

વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે આવેલ પાલિકાની વડી કચેરી ખાતે પાલિકા સત્તાધીશોના નાક નીચે કોઇપણ જાતની પરમિશન લીધા વગર જ શોર્ટ ફિલ્મ સર્જક દ્વારા ફિલ્મનું શૂટિંગ કરવામાં આવતા વેપારીઓ અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે થોડું ઘર્ષણ થયું હતું.

વધુ વિગત અનુસાર શહેરના ઐતિહાસિક ખંડેરાવ માર્કેટ પાસે મોટી શાક માર્કેટ આવેલી છે જ્યાં વહેલી સવારથી જ શહેરીજનો શાકભાજીની ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે ત્યારે આજે વહેલી સવારે 7:00 વાગ્યા થી ફિલ્મ ડાયરેક્ટર હંસલ મહેતા અને તેમની ટીમ દ્વારા શોર્ટ ફિલ્મ સર્કલ ના શૂટિંગ માટે પાલિકાની વડી કચેરી પહોંચ્યા હતા અને ફિલ્મના શૂટિંગ માટે ખંડેરાવ માર્કેટના મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવતા વેપારીઓ અને શોર્ટ ફિલ્મ સર્કલની ટીમ વચ્ચે બોલાચાલી ના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સમગ્ર મામલો ઉગ્ર બને તે પહેલા ફિલ્મ સર્કલની ટીમ વેપારીઓના રોષને પારખી લેતા વેપારીઓ સામે નમતું જોખ્યું હતું અને બજારના મુખ્ય પ્રવેશદ્વાર અવર-જવર માટે ખુલ્લા મુક્યા હતા. મામલો ઉગ્ર બનતા ‘મંતવ્ય ન્યૂઝ’ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફિલ્મના શૂટિંગ માટે પાલિકા પાસેથી પરવાનગી લીધી છે કે નહીં તેની જાણકારી માંગતા ફિલ્મ સર્જક અને તેમની ટીમ ઉશ્કેરાઇ ગઈ હતી અને મીડિયા સાથે તમે ખોટા સમાચાર બનાવો છો અને તમને જોઈ લઈશું તેમ કહી મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું.

ફિલ્મ

જોકે સમગ્ર મામલો મેયર કેયુર રોકડીયા  સુધી પહોંચતા મેયર ખૂદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ફિલ્મ સર્જક અને તેમના સ્ટાફને મીડિયા સાથે ગેરવર્તન ન કરવા સમજાવ્યું હતું.  જો કે વહેલી સવારથી ફિલ્મ સર્જક દ્વારા પાલિકાની વડી કચેરી નીચે શોર્ટ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ પાલિકા પાસેથી ફિલ્મ ના શુટિંગ માટે જરૂરી પરવાનગી માટે જે ફી પેટે રકમ ભરવાની હોય તે 11 વાગ્યે ભરવામાં આવી હતી તો અહી સવાલ એ ઊભો થાય કે ફિલ્મ ના શૂટિંગ માટે ની પરવાનગી જો 11 વાગ્યે લેવામાં આવી તો વેહલી સવારે 7 વાગ્યે ફિલ્મ સર્જકે કોની રહેમ નજર હેઠળ ગેરકાયદે શૂટિંગ શરૂ કરી દીધું? ત્યારે કહી શકાય કે વગર પરવાનગીએ પાલિકાના નાક નીચે જ પાલિકા કચેરી પરિસદમાં  ફિલ્મ સર્જકો શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યાં હતાં તે એક મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે.

આ પણ વાંચો : વિરાટ કોહલી કોરોના પોઝિટિવ, ઈંગ્લેન્ડ જતા પહેલા કરાવ્યો હતો રિપોર્ટ!