Not Set/ વડોદરા: સયાજીબાગમાં ચંદનના ઝાડની ચોરીનો બનાવ

વડોદરા, વડોદરામાં વધુ એક ચંદનનું વૃક્ષ ચોરાયું છે. શહેરનાં સયાજીબાગમાં ઝુનાં પાછળનાં ભાગે આવેલ ચંદનનાં આ આરક્ષિત વૃક્ષને મોડીરાત્રે તસ્કરો કાપી જતાં સિક્યુરિટી એજન્સીની ભુમિકા સામે સવાલ ઊભાં થઇ રહ્યાં છે. ઊલ્લેખનીય છે કે, ચંદનનાં ઝાડની ચોરીની ઘટના વધતી જાય છે. શહેરમાંથી વધુ એક વાર ચંદનનાં વૃક્ષની તસ્કરી થઇ છે. શહેરનાં કમાટીબાગમાંથી ચંદનનું વૃક્ષ ચોરાયું […]

Gujarat Vadodara
mantavya 282 વડોદરા: સયાજીબાગમાં ચંદનના ઝાડની ચોરીનો બનાવ

વડોદરા,

વડોદરામાં વધુ એક ચંદનનું વૃક્ષ ચોરાયું છે. શહેરનાં સયાજીબાગમાં ઝુનાં પાછળનાં ભાગે આવેલ ચંદનનાં આ આરક્ષિત વૃક્ષને મોડીરાત્રે તસ્કરો કાપી જતાં સિક્યુરિટી એજન્સીની ભુમિકા સામે સવાલ ઊભાં થઇ રહ્યાં છે.

ઊલ્લેખનીય છે કે, ચંદનનાં ઝાડની ચોરીની ઘટના વધતી જાય છે. શહેરમાંથી વધુ એક વાર ચંદનનાં વૃક્ષની તસ્કરી થઇ છે. શહેરનાં કમાટીબાગમાંથી ચંદનનું વૃક્ષ ચોરાયું છે.

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં વાઘખાના પાછળનાં ભાગે વિશ્વામિત્રી નદીનાં કિનારેથી પ્રવેશેલા તસ્કરો પરિસરમાંથી ચંદનનું ઝાડ કાપીને ફરાર થઇ ગયાં હતાં. ચોરાયેલા ચંદનનાં બહુમૂલ્ય વૃક્ષની કિંમત લાખો રૂપિયા આંકવામાં આવે છે.