Not Set/ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, વિધાર્થીઓ શાળાએ વ્હીકલ લઈને આવતા નજરે પડ્યા

વડોદરા, વડોદરા પોલીસ વિભાગ ધ્વારા ગત રોજ જાહેર કરવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં મલ્ટીપ્લેક્ષ, કોમ્પ્લેક્ષ,શાળા, કોલેજો, ટ્યુશન ક્લાસ સહિતના સ્થળોએ ચેકિંગ કરવામાં આવશે અને જો વ્યવસ્થિત પાર્કિંગ કરવામાં નહિ આવતું હોય અથવા શાળાઓ કે ટ્યુશન ક્લાસ પર નાની વયના બાળકો વાહનો લઈને આવતા નજરે પડશે તો જે તે શાળાના સંચાલકો ને ૫૦૦ રૂપિયા દંડથી […]

Top Stories Gujarat Vadodara Videos
mantavya 359 ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, વિધાર્થીઓ શાળાએ વ્હીકલ લઈને આવતા નજરે પડ્યા

વડોદરા,

વડોદરા પોલીસ વિભાગ ધ્વારા ગત રોજ જાહેર કરવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં મલ્ટીપ્લેક્ષ, કોમ્પ્લેક્ષ,શાળા, કોલેજો, ટ્યુશન ક્લાસ સહિતના સ્થળોએ ચેકિંગ કરવામાં આવશે અને જો વ્યવસ્થિત પાર્કિંગ કરવામાં નહિ આવતું હોય અથવા શાળાઓ કે ટ્યુશન ક્લાસ પર નાની વયના બાળકો વાહનો લઈને આવતા નજરે પડશે તો જે તે શાળાના સંચાલકો ને ૫૦૦ રૂપિયા દંડથી લઈને ૩ મહિનાની કારાવાસ સુધીની સજા કરવામાં આવશે.

જેને લઈને આજ રોજ મંતવ્ય ન્યુઝની ટીમ ધ્વારા ગ્રાઉન્ડ રૂટ પર રીયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાયું હતું કે, ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓ બિન્દાસ્ત પોતે વાહનો ચલાઈ ને આવતા અને જતા નજરે પડ્યા હતા. કેટલાક બાળકો તો બાઈક પર આવી મોટા હોર્ન મારી રોફ મારતા હતા.

ત્યારે સવાલ એ થાય કે, પોલીસ વિભાગના જાહેરનામાં પહેલા પણ આ નિયમ તો આરટીઓ અંતર્ગત પહેલાથી જ છે કે ૧૮ વર્ષથી નીચેના વ્યક્તિ ને લાયસન્સ આપી શકાય નહિ અને જો લર્નિંગ લાયસન્સ આપ્યું હોય તો નિયમ પ્રમાણે વાહન ચલાવનાર સાથે પાકા લાયસન્સ વાડી વ્યક્તિ હોવી જોઈએ.

પરંતુ આટલા સમયમાં આર ટી ઓ ના અધિકારીઓ ધ્વારા કોઈ પણ શાળાઓ પર જાહેર માર્ગ પર જઈ નાની વયના વિદ્યાર્થીઓને રોક્યા નથી અને  કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હવે પોલીસ વિભાગ આ કાર્યવાહી કરવાની હજુ વાત કરી રહી છે. .શાળા સંચાલકો પણ આવા વિદ્યાર્થીઓને વાહન લાવતા રોકી શકે છે પરંતુ કાયદાનું પાલન કેમ થતું નથી.