Not Set/ વડોદરાવાસીઓ ચેતીને રહેજો!! 4 માળની બિલ્ડીંંગમાં દુર્ઘટના થશે, તે કોઇ બચાવવાનાં સાઘનો નથી

શું તમે ગુજરાતની સભ્ય નગરી વડોદરામાં રહો છો? કે તમે વડોદરાની મુલાકાતે  જવાનાં છો, શું તમે રહો છો કે જવાના છે તે બિલ્ડીંગ 3 માળ કરતા વધુ ઉંચી છે. ઓ….જો હા, તો પછી તમે સંભાળીને ચેતીને રહેજો, કારણ…..કારણ બીજુ કશું નથી. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા છ વર્ષ અગાઉ ખરીદવા મંગાવેલા 44 મીટરના હાઇડ્રોલીક એલિવેટેડ પ્લેટફોર્મના વાયરો […]

Gujarat Vadodara
pjimage 18 વડોદરાવાસીઓ ચેતીને રહેજો!! 4 માળની બિલ્ડીંંગમાં દુર્ઘટના થશે, તે કોઇ બચાવવાનાં સાઘનો નથી
શું તમે ગુજરાતની સભ્ય નગરી વડોદરામાં રહો છો? કે તમે વડોદરાની મુલાકાતે  જવાનાં છો, શું તમે રહો છો કે જવાના છે તે બિલ્ડીંગ 3 માળ કરતા વધુ ઉંચી છે. ઓ….જો હા, તો પછી તમે સંભાળીને ચેતીને રહેજો, કારણ…..કારણ બીજુ કશું નથી. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા છ વર્ષ અગાઉ ખરીદવા મંગાવેલા 44 મીટરના હાઇડ્રોલીક એલિવેટેડ પ્લેટફોર્મના વાયરો ઉંદરોએ કોત્રી ખાતા તે બંધ હાલતમાં આવી ગઈ છે. અને સાથે જ વર્ષો જુના 30 મીટર હાઇડ્રોલીક પ્લેટફોર્મ પણ બગડેલું હોવાથી રીપેરીંગમાં છે.
શહેરમાં મોટી દુર્ઘટના થાય તો માત્ર ત્રણ માળ સુધી પહોચી શકે તેવી સીડી ફાયર ફાયટર ઉપર લગાવી જોખમી બચાવ કામગીરી કરવી પડે તેવી સ્થિત સર્જાઇ છે. સેવાસદન દ્વારા રૂા.16.29 લાખના ખર્ચે રિપેર કરાવવા મ્યુનિ. કમિશનરની મંજૂરી માગી છે. જોકે મેયર નું કહેવું છે કે જલ્દી રિપેર થઈ જશે અને કોઇ ચિંતા કરવાની જરૂર નથી
વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા વર્ષ 2013માં યુરોપના ફિનલેન્ડથી રૂ. 8 કરોડના ખર્ચે 44 મીટર હાઇડ્રોલીંક એલિવેટેડ પ્લેટફોર્મ ખરીદાયુ હતું. જે ઉંચી ઇમારતોમાં આગ કે  અકસ્માતનાં સમયે નાગરીકોને નીચે ઉતારવા અને ફાયર ફાઈટીંગ માટે કામ લાગે છે. પરંતુ જે છેલ્લા દોઢ મહિનાથી બંધ છે. ઉંદરોએ સર્કિટના વાયરો કોતરી ખાધા છે. જેને લઈને કમ્પયુટરાઈ સિસ્ટમ ખોટકાઇ છે. મુંબઇ ખાતે આવેલી, આ કંપનીના ગેરેજમાંથી કર્મચારી એક મહીના અગાઉ અહી મુલાકાત લઇ ગયા, બાદ 16 લાખ રૂપિયાના સમારકામનો એસ્ટીમેટ આપ્યો છે છે. જોકે હજુ પ્લેટફોર્મ મુંબઇ મોકલાયા નથી.
શહેરમાં જો કોઇ મોટી દુર્ઘટના બંને તો જોખમી સાબિત થઇ શકે છે. જ્યારે 30 મીટર વાળા પ્લેટફોર્મમાં ઓઇલ લીક થતા બે દિવસ અગાઉ તેને રિપેરીંગ ડભોઇ પાસે રિપેરીંગ માટે મોકલાયું છે.  ફાયર સ્ટેશનમાં મશીન બંધનો રોજ રિપોર્ટ થાય છે વડોદરા ફાયર સ્ટેશન ખાતે આવેલા મશીનો કેટલા કાર્યરત છે અને કેટલા બંધ છે. તે અંગે રોજ મિકેનીક દ્વારા ચકાસણી કરવામાં આવે છે ત્યારબાદ સ્ટેશનની ડાયરીમાં નોંધ થાયછે. અને કંટ્રોલ રૂમને તેમજ ઉચ્ચ અધિકારીને જાણ થાય છે.
પરંતુ ઉચ્ચ અધિકારીની ગંભીર બેદરકારીને પગલે રોજ રિપોર્ટ આવતો હોવા છતા આખ ઉઘડતી નથી. જેને પગલે લાખ્ખો નો ખર્ચ કરવાની નોબત આવી છે જો કે મેયર ડો જીજ્ઞસાબેન શેઠ અધિકારીઓ અને કર્મચારીઓનો બચાવ કરી રહ્યા છે અને ઉંદરો પર દોષનો ટોપલો ધોળી રહ્યા છે અને ઉંદરોને કારણે નુકશાન થયું હોવાનું જણાવ્યું છે.
જોકે હવે ફિનલેન્ડથી સર્કિટ આવ્યા બાદ રિપેરિંગ થશે પરંતુ જો આકસ્મિક સંજોગો ઉભા થાય તો રિલાયન્સના 44મીટરના હાઇડ્રોલીક પ્લેટફોર્મ માટે મદદ પણ સેવાસદન દ્વારા માગી છે. વડોદરા ફાયર બ્રિગેડના 44મીટર પ્લેટફોર્મ માટે ફિનલેન્ડથી સર્કિટ  આવ્યા બાદ રિપેર થશે. ત્યાં સુધી તો બધુ રામભરોશે ચાલી જશે નહી!!!!

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમનેફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામઅનેયુ ટ્યુબપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.