Not Set/ વડોદરાની SSG હોસ્પિટલની બહાર કૂતરૂ માનવ અંગ ખાતુ હોવાનો વીડિયો વાયરલ, કોણ જવાબદાર?

વડોદરાની સયાજી હોસ્પિટલની બહારથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં  પોસ્ટમોર્ટ્મ રૂમ પાસે એક કૂતરુ માનવનાં શરીરનું કોઇ અંગ ખાતુ હોવાનો વીડિયો વાયરલ થયો છે.

Gujarat Vadodara
a 271 વડોદરાની SSG હોસ્પિટલની બહાર કૂતરૂ માનવ અંગ ખાતુ હોવાનો વીડિયો વાયરલ, કોણ જવાબદાર?

વડોદરાની સયાજી હોસ્પિટલની બહારથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં  પોસ્ટમોર્ટ્મ રૂમ પાસે એક કૂતરુ માનવનાં શરીરનું કોઇ અંગ ખાતુ હોવાનો વીડિયો વાયરલ થયો છે. કૂતરુ હોસ્પિટલમાંથી જ આ અંગ ખેંચીને બહાર લાવ્યુ હોવાનુ જણાય છે.અને  પોસ્ટમોર્ટ્મ રૂમની સામે જ રોડ પર તે અંગને બચકા ભરીને ખાઇ રહ્યુ છે.જે અંગે સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું છે કે,વીડિયો જોતા હાલના તબક્કે આ માનવ અંગ હોવાનું જણાતુ નથી.પરંતુ,આ ઘટના અંગે અમે તપાસ શરૃ કરી છે.અને આર.એમ.ઓ.તેની તપાસ કરી રહ્યા છે.આ અંગ અહીંયા કઇ રીતે આવ્યુ?

આ પણ વાંચો :ખેડામાં AAPના ગોપાલ ઈટાલીયા સામે હિન્દુ ધર્મની લાગણી દુભાતા કરાઈ અરજી

આ પણ વાંચો :સુરેન્દ્રનગર કલેક્ટરે ચાર્જ સંભાળતા ભૂતકાળ નો કચરો કલેક્ટર કચેરીમાંથી સાફ કરાવ્યો

આ અંગે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, રસ્તા પર કૂતરૂ માંસ ખાઈ રહ્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે. પરંતુ આ માનવ અંગ નથી. આમ છતાં, આ અંગે હોસ્પિટલના RMOને તપાસ કરવાનો આદેશ કર્યો છે. સયાજી હોસ્પિટલના RMO ડો. આર.બી. શાહે જણાવ્યું હતું કે કુતરૂ માસ ખાઇ રહ્યું હોવાનો વાયરલ થયેલા વીડિયો અંગેની હાલ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો :રાજ્યમાં આજે ૩ લોકોના મોત સાથે નોધાયા 122 નવા કેસ

ઉલ્લેખનીય છે કે, કેટલીક વખત પોસ્ટમોર્ટ્મ રૂમની બહાર જ પ્લાસ્ટિકની બેગમાં બાયોમેડિકલ વેસ્ટ ભરીને મુકી રાખવામાં આવે છે.આ પ્રકારની ઘટના અવાર નવાર બહાર આવે છે.પરંતુ,સયાજી હોસ્પિટલના સત્તાવાળા પોતાની કાર્ય પદ્ધતિ સુધરતા નથી.

આ પણ વાંચો : મોબાઈલ સોફ્ટવેરના આધારે પેપરલેસ વર્ક કરી શહેર પોલીસ દ્વારા 61 લાખનો દંડ ફટકારાયો