Not Set/ જયંતિ ભાનુશાળી હત્યા મામલો, મનીષા છેલ્લાં 10 દિવસથી પરિવારથી સંપર્ક વિહોણી: લોકચર્ચા

વલસાડ, રાજ્યના ચકચારી હત્યા કેસ જયંતી ભાનુશાળીની હત્યામાં ભાનુશાળીના પરિવારજનો દ્વારા 5 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે, તેમાં એક નામ વાપીની મનિષા ગૌસ્વામીનું છે. ત્યારે આ હત્યા કેસને લઈને મંતવ્ય ન્યુઝ દ્વારા તેમના ઘરે સંપર્ક કરતા તેમના પતિ સાથે વાતચીત થઈ હતી. તેમના પતિનું કહેવું છે કે, આ હત્યામાં તેમની પત્નીનો કોઈ હાથ નથી […]

Top Stories Gujarat Others Videos
mantavya 164 જયંતિ ભાનુશાળી હત્યા મામલો, મનીષા છેલ્લાં 10 દિવસથી પરિવારથી સંપર્ક વિહોણી: લોકચર્ચા

વલસાડ,

રાજ્યના ચકચારી હત્યા કેસ જયંતી ભાનુશાળીની હત્યામાં ભાનુશાળીના પરિવારજનો દ્વારા 5 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે, તેમાં એક નામ વાપીની મનિષા ગૌસ્વામીનું છે.

ત્યારે આ હત્યા કેસને લઈને મંતવ્ય ન્યુઝ દ્વારા તેમના ઘરે સંપર્ક કરતા તેમના પતિ સાથે વાતચીત થઈ હતી. તેમના પતિનું કહેવું છે કે, આ હત્યામાં તેમની પત્નીનો કોઈ હાથ નથી માત્ર રાજકારણને કારણે તેમનું નામ ઉછાળવામાં આવ્યું છે.

જયંતી ભાનુશાળીની અંતિમયાત્રા પહોંચી સ્મશાન ગૃહ, પાર્થિવ દેહ પંચ મહાભૂતોમાં વિલિન

મનિષાના પતિ ગજ્જુ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, મનીષા પર આરોપ લગાવાતા તેમના પરિવારજનોમાં ભયનો માહોલ ફેલાયો  છે. તો બીજી બાજુ મનિષા ગૌસ્વામી છેલ્લા 10 દિવસથી પરિવારથી સંપર્ક વિહોણી હોય તેવી લોકચર્ચા વહેતી થઈ છે. મનિષાના પતિનું કહેવું છે કે તે તપાસમાં પુરે પરો સહિયોગ આપવા તૈયાર છે અને ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ.