દારૂબંધી/ બુટલેગરો હવે દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે…

વલસાડ એલ.સી.બી પોલીસની ટીમે ગત રોજ મોડી રાતે વલસાડ કાંઠા વિસ્તારના ભદેલી જગાલાલા ઔરંગા નદી કિનારા ખાતેથી દરિયાઈ માર્ગે લાવવામાં આવેલો રૂ.2.71 લાખની કિંમતની દારૂ બિયરની 3600 બોટલ ઝડપી પાડ્યો હતો. પોલીસે 1 ઇસમોની ધરપકડ કરી હતી,જ્યારે 5 ઈસમો ભાગી છૂટ્યા હતા. 

Gujarat Others
modi 3 બુટલેગરો હવે દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે...

@ઉમેશ પટેલ, વલસાડ 

ગુજરાત માં દારૂ બંધી હોય તે સમયે જો સંઘ પ્રદેશ દમણ સેલવાસ થી કે અન્ય રાજ્ય માં દારૂ ગુજરાત માં આવતો હોય તો ગુજરાત પોલીસ તેને અટકાવવા અને દારૂ પકડવા મરણીયા પ્રયાસો કરતી હોય છે.  ત્યારે ગુજરાત પોલિસ થી બચવા અને દારૂ ગુજરાત માં પોહચડવા બુટલેગરો અવનવા નુખસા અને અલગ અલગ રસ્તાઓ અપનાવતા હોય છે.

પ્રવાસ / PM મોદીએ સ્વ. મહેશ-નરેશ બેલડીના ઘરે જઈ પાઠવી સાંત્વના…

પ્રવાસ / PM મોદીનું અમદાવાદમાં આગમન, પૂર્વ CM કેશુભાઈને આપી શ્રદ્ધાંજ…

ahmedabd / જાણીતા બિલ્ડરને ત્યાં EDની રેડ, બિલ્ડર લોબીમાં ફફડાટ…

ત્યારે હવે પોલીસ એ રસ્તા પર ચેકપોસ્ટ ઉભી કરી નાકાબંધી કરી છે ત્યારે દરિયાઇ માર્ગે બુટલેગરો ગુજરાત માં દારૂ ઘુસાડી રહ્યા છે.  ત્યારે તેમના એ મનસૂબા પર પણ વલસાડ જિલ્લા એલ સી બી પોલિસ એ પાણી ફેરવી દીધું છે.  વલસાડ એલ.સી.બી પોલીસની ટીમે ગત રોજ મોડી રાતે વલસાડ કાંઠા વિસ્તારના ભદેલી જગાલાલા ઔરંગા નદી કિનારા ખાતેથી દરિયાઈ માર્ગે લાવવામાં આવેલો રૂ.2.71 લાખની કિંમતની દારૂ બિયરની 3600 બોટલ ઝડપી પાડ્યો હતો. પોલીસે 1 ઇસમોની ધરપકડ કરી હતી,જ્યારે 5 ઈસમો ભાગી છૂટ્યા હતા.

એલ.સી.બી પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે ભદેલીજગાલાલા ઔરંગા નદી કીનારે દરિયાઈ માર્ગે લાવવામાં આવેલા રૂ.2.71 લાખની કિંમતની વહીસ્કી બિયરની 3600 બોટલ ઝડપી પાડી હતી.પોલીસે સ્થળ ઉપરથી અર્જુન રમેશ રાઠોડ રહે.નવી નગરી, દેસાઈ પાટી, ભદેલીની ધરપકડ કરી હતી. જ્યારે કાંતિ ભાઈ હરિ ભાઈ ટંડેલ રહે.ભદેલી, ભરત રામલુ ભાઈ રહે.ધોબી તળાવ, બેકરી પાસે, અકિત પટેલ ભદેલી, સોનુ રહે.ધોબી તળાવ, અને ભરત નામનો ઇસમ ભાગી છૂટ્યા હતા.

જેમને વોન્ટેડ જાહેર કર્યા હતા.સમગ્ર ઓપરેશનમાં એ.એસ.આઇ મહેશ રાવનઝ રૂપસિંગ નંદરિયા, ગુલામ રસુલ શૈખ, હરદેવસિંહ રણજિત સિંહ, રિતેશ ચીમન ભાઈ એ ભારે ઝહેમત ઉઠાવી હતી.વધુ તપાસ સીટી પોલીસ કરી રહી છે.