Not Set/ વલસાડ: કાજુ બનાવતી ફેકટરીમાં લાગી ભીષણ આગ, ૪૦ ટકા જેટલો કંપનીનો ભાગ આગની ચપેટમાં

વલસાડ, વલસાડમાં કાજુ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી. જોત જોતામાં આગે એટલું વિકરાળ રૂપ ધારણ કર્યુ કે, ફેક્ટરીમાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો. આગની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર વિભાગના ત્રણ ફાયર ફાઈટરની મદદથી ભારે જહેમત બાદ […]

Gujarat Others Videos
mantavya 217 વલસાડ: કાજુ બનાવતી ફેકટરીમાં લાગી ભીષણ આગ, ૪૦ ટકા જેટલો કંપનીનો ભાગ આગની ચપેટમાં

વલસાડ,

વલસાડમાં કાજુ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી. જોત જોતામાં આગે એટલું વિકરાળ રૂપ ધારણ કર્યુ કે, ફેક્ટરીમાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો.

આગની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર વિભાગના ત્રણ ફાયર ફાઈટરની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જો કે, આગામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આગના પગલે સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.