Crime/ વલસાડની ગટરમાંથી નરકંકાલ મળવાનો સીલસીલો યથાવત, ફરી એક નરકંકાલ મળતા હાહાકાર

સામાન્ય રીતે તો શહેરોની ગટરોમાંથી કચરો અને ગંદકી જ મળતા હોય છે, પરંતુ વલસાડની ગટરોમાંથી નરકંકાલ મળી રહ્યા છે. બીલકુલ ફરી એક વખત વલસાડમાંથી નરકંકાલ મળી આવતા શહેરમાં

Gujarat Others
valsad વલસાડની ગટરમાંથી નરકંકાલ મળવાનો સીલસીલો યથાવત, ફરી એક નરકંકાલ મળતા હાહાકાર

@રીઝવાન શેખ , મંતવ્ય ન્યુઝ, અમદાવાદ…  

સામાન્ય રીતે તો શહેરોની ગટરોમાંથી કચરો અને ગંદકી જ મળતા હોય છે, પરંતુ વલસાડની ગટરોમાંથી નરકંકાલ મળી રહ્યા છે. બીલકુલ ફરી એક વખત વલસાડમાંથી નરકંકાલ મળી આવતા શહેરમાં ભારે હાહાકાર સર્જાયો છે. વલસાડના અબ્રામા વિસ્તારની ગટરમાંથી આજે નરકંકાલ મળી આવ્યું હતું. ગટરમાંથી નરકંકાલની સાથે એક પેન્ટ પણ મળી આવ્યું હતું.
કંકાલ કઈ રીતે ગટરમાં પહોંચ્યા ? કંકાલ કોનું હોય શકે છે ? હત્યા – અત્મહત્યા કે બીજુ જ કંઇક ?  તેવા તમામ સવાલોના જવાબ મેળવવા માટે વલસાડ સીટી પોલીસે તપાસ હાથ ધરી છે. અને નરકંકાલોને એફ.એસ.એલ માટે મોકલી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી પોલીસને જાણવું ખુબજ મુશ્કેલ બનશે કે આ કંકાલ કોનું છે ?

valsad.JPG1 વલસાડની ગટરમાંથી નરકંકાલ મળવાનો સીલસીલો યથાવત, ફરી એક નરકંકાલ મળતા હાહાકાર

પોલીસે આસપાસના મકાન-દુકાનો બહાર લગાવેલા સસીટીવી ફુટેજની ચકાસણી કરવાનું કાર્ય પણ શરુ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા ઘણી બધી શંકાઓ સેવાય રહી છે કે, નરકંકાલનો ઉપયોગ કદાચ બ્લેક મેજિક માટે પણ થયો હોય શકે છે. અથવા તો કોઈ પ્રાણી કબ્રસ્તાનમાંથી નરકંકાલ કાઢીને લઇ આવ્યું હોઇ શકે. પોલીસે ચારે દિશામાં તપાસ શરુ કરી દીધી છે.

જો કે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડમાં આ બીજી વખત નરકંકાલ મળી આવ્યું છે. પહેલા પણ આવી જ રીતે ગટરમાંથી નરકંકાલ મળી આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવામાં આવી ચૂકી છે. ફરી બીજુ નરકંકાલ પૂર્વેની જેમજ ગટરમાંતી મળી આવતા પોલીસ હવે ખુબજ સજાગ થઇ ગઈ છે. અને ત્રીજી વાર આ ઘટના ન બને તે માટે આખા વલસાડમાં તપાસના ધમધમાટ શરુ થઇ ગયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…