Not Set/ વાપી /40 હજાર માટે વ્યક્તિની હત્યા, પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ

વાપીમાં 40 હજાર રૂપિયા માટે કલર કોન્ટ્રાકટરની હત્યા કરવામાં આવી હતી. વાપીના સુલપડ વિસ્તારના  ક્રિકેટના મેદાનમાં  એક કલર કોન્ટ્રાક્ટરને ઢોર માર મારી હત્યા કરવામાં આવી હતી. વાપીમાં કલર કોન્ટ્રાકટરનું કામ કરતા આઝાદ યાદવને રાત્રે સૂલપડ  વિસ્તારના કેટલાક શખ્સોએ રોકી તને ઢોરમાર માર માર્યો હતો. જેના કારણે સારવાર દરમિયન વ્યક્તિનો મોત નિપજ્યુ હતું. ત્યાર બાદ મૃતકના […]

Gujarat Others
thandi 20 વાપી /40 હજાર માટે વ્યક્તિની હત્યા, પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ

વાપીમાં 40 હજાર રૂપિયા માટે કલર કોન્ટ્રાકટરની હત્યા કરવામાં આવી હતી. વાપીના સુલપડ વિસ્તારના  ક્રિકેટના મેદાનમાં  એક કલર કોન્ટ્રાક્ટરને ઢોર માર મારી હત્યા કરવામાં આવી હતી. વાપીમાં કલર કોન્ટ્રાકટરનું કામ કરતા આઝાદ યાદવને રાત્રે સૂલપડ  વિસ્તારના કેટલાક શખ્સોએ રોકી તને ઢોરમાર માર માર્યો હતો. જેના કારણે સારવાર દરમિયન વ્યક્તિનો મોત નિપજ્યુ હતું. ત્યાર બાદ મૃતકના પરિવારજનોએ આઝાદની હત્યા કરવામાં આવી હોવાનું આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.  ત્યારે વાપી પોલીસે આ સનસની હત્યાના મામલે 5 આરોપીને ઝડપી જેલ ના હવાલે કર્યા છે.

આજના જમાના માં રૂપિયા નું મૂલ્ય માણસ  ના જીવ કરતા વધી ગયું છે. કેટલાક  રૂપિયા માટે કોઈ નો જીવ લેતા લાલચુ લોકો જરાય વિચાર કરતા નથી ત્યારે રાજ્ય ના છેવાડે   આવેલ વાપી માં માત્ર 40 હજાર ની ઉઘરાણી માટે એક  વ્યક્તિ નો જીવ લેવાયો છે.

થોડા દિવસો અગાઉ વાપીના છેવાડે આવેલા સુલપડ વિસ્તારના  ક્રિકેટના મેદાનમાં એક  વ્યક્તિની ઢોર માર મારી હત્યા કરવામાં આવી હતી.વાપીમાં કલર કોન્ટ્રાકટર નું કામ કરતા આઝાદ યાદવને રાત્રે સૂલ પડ  વિસ્તારનાર કેટલાક શખ્સોએ રોકી તને ઢોરમાર માર માર્યો હતો. માર માર્યા બાદ તેને સુલપડ ના ક્રિકેટ મેદાનમાં જ છોડીને ફરાર થઈ ગયા હતા. જોકે આઝાદ યાદવના મિત્રોને તેની જાણ થતાં જ રાત્રે કલર કોન્ટ્રાક્ટરના મિત્રો સ્થળ પર પહોંચી અને આઝાદ ને ઘરે લઈ આવ્યા હતા.

જો કે શરીર પર ઇજાના નિશાન મળતાં પરિવારજનોએ તાત્કાલિક તેને સારવાર માટે વાપીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.  જોકે સારવાર દરમિયાન જ આઝાદ  મોત નું મોત નીપજ્યું હતું.  આથી આ મામલે મૃતક આ ઝાદ યાદવના પરિવારજનોએ આઝાદ ની હત્યા કરવામાં આવી હોવાનું આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.  ત્યારે વાપી પોલીસે આ સનસની હત્યા ના મામલે 5 આરોપી ને ઝડપી જેલ ના હવાલે કર્યા છે.

વાપી ટાઉન પોલીસે સુલપડ વિસ્તારમાં કલર કોન્ટ્રાકટર આઝાદના હત્યાના ગુનામાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી ની ઓળખ

1)અવિનાશ પટેલ

2)પ્રિયાંક પટેલ

3)મેહુલ પટેલ

4)રિતેશ પટેલ

5)પ્રજ્ઞેશ પટેલ છે.

આ હત્યા નો મુખ્ય આરોપી એવો અવિનાશ પટેલ  વાપી પાલિકા ની ડ્રેન્જ સમિતિ નો ચેરમેન દિવ્યેશ પટેલ નો ભાઈ  હોવાનું પણ બહાર આવ્યું છે. આમ પોતાના રાજકારણી ભાઈ ના જોરે એક માસૂમ ની હત્યા કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આઝાદ યાદવ કલર કોન્ટ્રાકટર નું કામ કરતો હતો.  ત્યારે તેના ત્યાં કામ કરતા અને કામદારોએ અવિનાશ ની  કરિયાણાની દુકાનમાં  સામાન ઉધાર લીધો હતો. જેની ચુકવણી તેમના સેઠ આઝાદ યાદવ કરશે  તેવી કામદારો એ દુકાનદારો ને ખાત્રી આપી હતી. જોકે આ બાબતથી મૃતક આઝાદ યાદવ અજાણ હતો.  જોકે કરિયાણાના દુકાનના માલિકે આઝાદી યાદવને મળી તેની સાથે બોલાચાલી અને બબાલ કરી અને ત્યારબાદ કામદારોના ઉધારી ના 40 હજાર રૂપિયા  વસૂલી બાબતે જ આઝાદ ની હત્યા કરી હતી.

માત્ર 40 હજાર ની ઉઘરાણી બાબતે એક કોન્ટ્રાક્ટર ની કરપીણ હત્યા થતા પરિવાર હાલે નોધારું બન્યું છે. તો નજીવી બાબતે હત્યા જેવો ગંભીર ગુન્હાઓ ને અંજામ આપનાર આ  યુવાનો ના પરિવાર પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આખી ઘટનામાં આઝાદ યાદવે આ દુકાન માંથી એક પણ રૂપિયાની ઉધારી લીધી નહોતી અને તેના કામદારોનું ઉધાર અવિનાશ આઝાદ પાસે થી લેવાની ફિરાકમાં સત્ય જાણ્યા વિનાજ હત્યા જેવી ઘાતકી પગલું લઇ લેતા હવે જેલ ના સળિયા ગણાવા નો વારો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.