costly/ કેવડિયામાં વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ તો થઇ ગયું, પણ ત્યાં ફરવાનો ખર્ચ ખબર છે? શું પોષાશે?

પીએમ નરેન્દ્ર મોદીએ કેવડિયાની ગત મુલાકાત વખતે કેટલાક પ્રોજેકટનું લોકાર્પણ કર્યું હતું અને આ મુલાકાત લઇ નવા પ્રોજેક્ટને ખુલ્લા મૂક્યા છે. પ્રોજેકટનું લોકાર્પણ કરી ખુલ્લા મુકાયા તેમા ક્રૂઝ બોટ, સી પ્લેન, એક્તા નર્સરી, ચિલ્ડ્રન પાર્ક તથા જંગલ સફારીનો સમાવેશ થાય છે. જોકે વ્યક્તિદીઠ આ તમામ આકર્ષણો જોવાનો ખર્ચ એક મધ્યમ વર્ગને પોસાય તેવો નથી. કારણ […]

Top Stories Gujarat Others Trending Mantavya Vishesh Uncategorized
kevadiay કેવડિયામાં વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ તો થઇ ગયું, પણ ત્યાં ફરવાનો ખર્ચ ખબર છે? શું પોષાશે?

પીએમ નરેન્દ્ર મોદીએ કેવડિયાની ગત મુલાકાત વખતે કેટલાક પ્રોજેકટનું લોકાર્પણ કર્યું હતું અને આ મુલાકાત લઇ નવા પ્રોજેક્ટને ખુલ્લા મૂક્યા છે. પ્રોજેકટનું લોકાર્પણ કરી ખુલ્લા મુકાયા તેમા ક્રૂઝ બોટ, સી પ્લેન, એક્તા નર્સરી, ચિલ્ડ્રન પાર્ક તથા જંગલ સફારીનો સમાવેશ થાય છે. જોકે વ્યક્તિદીઠ આ તમામ આકર્ષણો જોવાનો ખર્ચ એક મધ્યમ વર્ગને પોસાય તેવો નથી. કારણ કે વ્યક્તિદીઠ જો આ બધું જ જોવું હોય તો તમારે કેટલા રૂપિયા ખર્ચવા પડશે આવો જાણીએ અને સમજીએ….

  • એક જ સ્થળે વિશ્વ 
  • ગુજરાતનું એકમાત્ર સ્થળ જ્યાં વિવિધ ઉપખંડોની ઝલક
  • કેવડિયામાં જ જોવા મળશે સમગ્ર વિશ્વનો નજારો
  • વ્યક્તિદીઠ ફરવાનો ખર્ચ રૂ. 2900
  • બાળકોની ફી રૂ. 2500

વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાના સ્થળ- કેવડિયા ખાતે પ્રવાસન માટેના વિવિધ પ્રોજેક્ટો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં કુલ 21 પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યા છે. આમાંથી 17 પ્રોજેક્ટને ખુલ્લા મુકાયા છે. સી-પ્લેન, ક્રૂઝ, રિવર રાફ્ટિંગ, એકતા મોલ, જંગલ સફારી, બટરફ્લાય ગાર્ડન સહિતના પ્રોજેક્ટો સામેલ છે, એટલે કે હવે પ્રવાસીઓને ગુજરાતમાં જ સમગ્ર વિશ્વની પ્રખ્યાત પ્લેસની ઝલક જોવા મળશે, પણ ફરવા આવનારા લોકોમાં સૌથી પહેલો વિચાર ખર્ચનો આવતો હોય છે. આમાં એક વ્યક્તિદીઠ અલગ-અલગ પ્રોજેક્ટોની એન્ટ્રી ટિકિટ રૂ. 2900ની આસપાસ થાય છે, જ્યારે બાળકોની 2500 રૂપિયાની આસપાસ થાય છે. આ ભાવ માત્ર કેવડિયા ફરવાનો જ છે.

નજર કરીએ ક્યાં કેટલી રકમ તમારે ખિસ્સામાંથી કાઢવી પડશે 

આકર્ષણ ટિકિટ

  બાળકોની ટિકિટ

SOU રૂ. 150

 રૂ. 90

SOU (વ્યુઇંગ ગેલેરી) રૂ. 380

 રૂ.230

જંગલ સફારી રૂ. 200

 રૂ.125

એક્તા ક્રૂઝ રૂ.200

 રૂ.200

રિવર રાફ્ટિંગ રૂ.1000

 રૂ. 1000

બટરફ્લાય ગાર્ડન રૂ.60

 રૂ.40

કેક્ટસ ગાર્ડન રૂ. 60

 રૂ.40

એક્તા નર્સરી રૂ.30

 રૂ.20

વિશ્વ વન રૂ.30

 રૂ.20

ઇકો બસ રૂ.300

 રૂ.250

સરોવર નૌકા વિહાર રૂ.290

 રૂ.290

આરોગ્ય વન રૂ.30

 રૂ.20

ગોલ્ફ કાર્ટ રૂ.50

 રૂ.50

ચિલ્ડ્રન પાર્ક રૂ.200

 રૂ.125

કુલ રૂ 2980

 રૂ.2500નું લોકાર્પણ

તો તમે ત્યાં રોકાવ છો અથવા ચા-પાણી, નાસ્તો કે જમો છો તો એના તમારે અલગથી પૈસા ખર્ચવા પડશે.

સી પ્લેન અને ટેન્ટ સિટીનો ખર્ચો અલગ

આકર્ષણોનો ખર્ચો બાદ કરીએ તો સી પ્લેનમાં આવા જવાનો તથા ટેન્ટ સિટીમાં રહેવાનો પણ ખર્ચ જો ઉમેરીએ તો મધ્યમ કે ગરીબ વર્ગ માટે કેવડિયા ફરવું એક સપનું જ બની રહેશે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે કેવડિયાના આકર્ષણો ફરવા પણ એક વિશ્વ ફર્યા બરોબર છે. કારણ કે આફ્રિકન સફારીથી લઇને અને અન્ય દેશો જેવા જ આકર્ષણો કેવડિયાની શોભા વધારી રહ્યા છે. જેથી દિવાળીના તહેવારોમાં જંગલ સફારી, રિવર રાફ્ટિંગ, એકતા મોલ, ચિલ્ડ્ર્ન પાર્ક સહિતના પ્રોજેક્ટોમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી શકે છે.