બનાસકાંઠા/ વાવના MLA ગનીબેનનો મોટો આક્ષેપ, આ ગામમાં નિયમ વિરુદ્ધ થાય છે માટી ખોદાણ

જિલ્લા કલેકટરનું ધ્યાન દોર્યુ હોવાં છતાં કોઇ કાર્યવાહિ ન થતાં ગેનીબેન ઠાકોરે આ મુદ્દાને વિધાનસભામાં રજુ કર્યો છે.

Gujarat Others
ગનીબેન
  • વાવ MLA ગેનીબેનનો ખાનગી મોટો આક્ષેપ
  • સૂઇગામે નિયમ વિરુદ્ધ થાય છે માટી ખોદાણ
  • ત્રણ ફૂટના બદલે 10 ફૂટ માદી ખોદાણ
  • રવિ કંન્સ્ટ્રકશન અને KRC કંપની સામે આક્ષેપ
  • MLA ગેનીબેનનો રોયલ્ટી ચોરીનો આક્ષેપ
  • કલેક્ટરને કરી ફરિયાદ, કાર્યવાહિ નહીં

બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાના ધારાસભ્યએ જિલ્લામાં ખુલ્લે આમ રેતી ચોરીનો મુદ્દો ઉઠાવી ખાનગી કંપનીઓની રોયલ્ટી ચોરીનો આક્ષેપ કર્યો છે. આ બાબતે જિલ્લા કલેકટરનું ધ્યાન દોર્યુ હોવાં છતાં કોઇ કાર્યવાહિ ન થતાં ગેનીબેન ઠાકોરે આ મુદ્દાને વિધાનસભામાં રજુ કર્યો છે.

a 39 વાવના MLA ગનીબેનનો મોટો આક્ષેપ, આ ગામમાં નિયમ વિરુદ્ધ થાય છે માટી ખોદાણ

  • આ વિસ્તાર છે વાવ તાલુકાના સુઇગામ વિસ્તારનો…
  • અહિંયા ખાનગી કંપનીઓ રેતી ખનન કરી કાયદાનો કરે છે ભંગ
  • ત્રણ ફૂટ જમીનમાં ખોદવાના બદલે 15 ફૂટ ખોદીને રેતીને સતત ઉલેચાય છે
  • રવિ કંન્સ્ટ્રકશન અને કેઆરસી કંપની કરે છે પર્યાવરણ કાયદાનો સરેઆમ ભંગ
  • આ ખાનગી કંપનીઓ કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત રસ્તા બનાવવા કરે છે નિયમોનો સરેઆમ ભંગ

ભારતમાલા પ્રોજેક્ટ દેશને જોડે છે.પણ બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારના સૂઇ ગામમાં પ્રોજેક્ટ અમલીકરણ કરતી ખાનગી કંપનીઓ ખુલ્લે આમ પર્યાવરણનો ભંગ કરે છે. જે બાબતે ધારાસભ્યએ પોતાની રજૂઆત વિધાનસભામાં કરી સત્તાધીશો સમક્ષ કાર્યવાહિ કરવાની ટહેલ નાંખી.

વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ખાનગી કંપનીઓ કોઇ પણ પ્રકારના નિયમોને અનુસરતા નથી.કહી મોટો આક્ષેપ કર્યો છે.નિયમને નેવે મુકી ખાનગી કંપનીઓ માટી માટે જે ખાડા કરે છે તે ચોમાસાંમાં સમસ્યા સર્જી શકે છે એ બાબતે જિલ્લાનું તંત્ર પણ શું અજાણ છે?

કુદરતી સંસાધનોનું દોહન જો વિકાસના નામે કરવામાં આવે તો તેને વિકાસ કેવી રીતે કહી શકાય.જિલ્લા તંત્ર સત્વરે ધારાસભ્યની ફરિયાદનો નિકાલ કરે એ સૌના હિતમાં છે.

આ પણ વાંચો :વુમન્સ ડે સ્પેશિયલ : જાણો આ શોભનાબેન વિશે કે જેઓએ પોતાની મહેનતે કર્યું એવું કે..

ધારાસભ્ય ગેનીબેને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે બનાવેલી મિલકતોને સરકાર વેચી રહી છે. ગુજરાતમાં વસ્તી વધી છે, પરંતુ ભરતીઓ વધી નથી. જે પરીક્ષાઓ લેવાય છે. તેમાં પણ પેપર ફૂટી જાય છે. આ એજન્સીઓ પણ ભાજપની જ છે. નોકરીઓમાં કોન્ટ્રાક્ટનું દૂષણ ઘૂસી ગયું છે. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર રહેતા લોકો જાણે છે કે, 11 મહિના બાદ તેમની નોકરી નહીં હોય એટલે તેઓ ભ્રષ્ટાચાર કરવા પ્રોત્સાહિત થાય છે.

આ પણ વાંચો :આર્મીમેન પતિએ પત્ની પર ફાયરિંગ બાદ મહિલાને બંદૂકના હાથાથી માર માર્યો

આ પણ વાંચો : બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ ધાબા પરથી લગાવી મોતની છલાંગ

આ પણ વાંચો :દીકરીના બર્થ-ડે કેક કાપતા પહેલા પિતાએ ખાધો ગળેફાંસો, ઉજવણી ફેરવાઇ માતમમાં