સુરેન્દ્રનગર/ ધાંગધ્રા ડિવિઝન ખાતે પકડાયેલા વાહનો કરવામાં આવી હરાજી

ધાંગધ્રા ડિવિઝનમાં આવતા પાટડી દસાડા ઝિંઝુવાડા બજાણા જેવા પોલીસ સ્ટેશનમાં ગુનામાં પકડાયેલા વાહનો કરવામાં આવ્યું હરાજી…

Gujarat Top Stories Others
YouTube Thumbnail 2023 12 24T181240.984 ધાંગધ્રા ડિવિઝન ખાતે પકડાયેલા વાહનો કરવામાં આવી હરાજી

@ધર્મેન્દ્રસિંહ ઝાલા

Surendranagar News: હરાજીમાં ધાંગધ્રા ડિવિઝન ના પાંચ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા અલગ અલગ ગુનામાં પકડાયેલા વાહનોનો માલવણ ખાતે ધરાજી કરવામાં આવી હતી આ રાજ્યમાં અલગ અલગ શહેરથી ભંગારના ડેલા વાળા વેપારીઓ તેમજ અલગ અલગ વ્યવસાયના સાધન ખરીદનાર વ્યક્તિઓ પહોંચ્યા હતા અને હરાજીમાં ભાગ લીધો હતો ટોટલ સો વાહનોને નવલાખ ચોવીસ હજારની વસુલાત કરવામાં આવી હતી.

YouTube Thumbnail 2023 12 24T181329.697 ધાંગધ્રા ડિવિઝન ખાતે પકડાયેલા વાહનો કરવામાં આવી હરાજી

રાજકોટ રેન્જ આઇ.જી વડા અશોકકુમાર યાદવ સાહેબનાઓની સુચનાથી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ડો.ગીરીશ પંડ્યા સાહેબનાઓના માર્ગદર્શનથી નાયબ પોલીસ અધિક્ષક  જે.ડી.પુરોહીત સા.ધ્રાંગધ્રા ડીવીઝનનાઓના સુપરવિઝનમાં ધ્રાંગધ્રા ડીવીઝનના કુલ-૬ પો.સ્ટે. જેમાં ધ્રાંગધ્રા સીટી,ધ્રાંગધ્રા તાલુકા,બજાણા,ઝીંઝુવાડા ,દશાડા, પાટડી પો.સ્ટેમાં પકડાયેલ વાહનોની આજરોજ તા.૨૪/૧૨/૨૦૨૩ ના રોજ વાહન હરાજીનું આયોજન કરવામાં આવેલ હતુ.

YouTube Thumbnail 2023 12 24T181438.658 ધાંગધ્રા ડિવિઝન ખાતે પકડાયેલા વાહનો કરવામાં આવી હરાજી

જેમાં ટુ-વ્હિલર-૮૯, ફોર વ્હિલ-૧૦, અને થ્રી વ્હિલ-૧ એમ કુલ-૧૦૦ જેટલા વાહનોની હરાજી કરવામાં આવેલ હતી.જેની રૂ.૯,૨૪૦૦૦/- ની કિંમત વસૂલવામાં આવેલ છે.જેમાં ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ધ્રાંગધ્રા સીટી/તાલુકા પો.સ્ટે ની હરાજી રાખવામાં આવેલ અને બાદમાં બાકીના ચાર પો.સ્ટેની બજાણા પો.સ્ટે ખાતે વાહન હરાજી રાખવામાં આવેલ હતી.

સુરેન્દ્રનગર જીલ્લાના ઓ.એસ. એ.એસ.પરમાર સાહેબ તથા તમામ પો.સ્ટેના થાણા ઇન્ચાર્જ શ્રીઓ તથા MT શાખાના પો.સ.ઈ. એચ.જી.ઝાલા ઉપસ્થિત રહેલ હતા. તેમજ ગુજરાત ભરના ૨૧૦ જેટલા વેપારીઓએ ભાગ લીધેલ હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: