Not Set/ વેંકૈયા નાયડુએ વ્યક્ત કરી મહિલા સુરક્ષા પર પોતાની રાય

દેશમાં વધી રહેલ મહિલાઓ સાથેના અપરાધોને લઈ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ પોતાના વિચાર રજુ કર્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે મહિલાઓ પ્રત્યે દેશના નાગરીકોમાં સમ્માન ઘટવાનુ કારણ ભારત પર વિદેશીઓએ કરેલ વિદેશી શાસન છે. કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં કઠુઆ અને ઉન્નાવ ગેંગરેપની ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના જ નાયડુએ મહિલા સમ્માન અંગે પોતાના વિચાર રજુ કર્યા હતા. […]

Top Stories India
658593 naidu970 વેંકૈયા નાયડુએ વ્યક્ત કરી મહિલા સુરક્ષા પર પોતાની રાય
દેશમાં વધી રહેલ મહિલાઓ સાથેના અપરાધોને લઈ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ પોતાના વિચાર રજુ કર્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે મહિલાઓ પ્રત્યે દેશના નાગરીકોમાં સમ્માન ઘટવાનુ કારણ ભારત પર વિદેશીઓએ કરેલ વિદેશી શાસન છે.
કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં કઠુઆ અને ઉન્નાવ ગેંગરેપની ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના જ નાયડુએ મહિલા સમ્માન અંગે પોતાના વિચાર રજુ કર્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે ભારતમાં હંમેશા મહિલાઓને સમ્માન મળતુ આવ્યુ છે. ભારતની પરંપરા છે કે દેશની ધરતીને પણ માતા કહેવામાં આવે છે અને જીવાદોરી સમાન મોટી નદીઓને મહિલાઓના નામ આપી તેમની પૂજા કરવામાં આવે છે.
gsadgasgg વેંકૈયા નાયડુએ વ્યક્ત કરી મહિલા સુરક્ષા પર પોતાની રાય
નાયડુએ જણાવ્યુ હતું કે આપણા માટે એ શરમજનક બાબત છે કે આવી મહાન પરંપરા હોવા છતા આજે મહિલાઓ પ્રત્યે એ સમ્માન દેખાતુ નથી જેની તે હકદાર છે. લોકોના વિચારમાં આવેલ આ પરિવર્તન માટે દેશમાં વર્ષો સુધી રહેલ વિદેશી શાસન જવાબદાર છે. નાયડુએ યુવાનો અને વિદ્યાર્થીઓને હિંસાથી દૂર રહી દેશના વિકાસ માટે પોતાનો દ્રષ્ટિકોણ રજુ કરવાની સલાહ આપી હતી.  તેમણે જણાવ્યુ હતું કે દરેક મુદ્દાનુ સમાધાન શાંતિપૂર્ણ રીતે લાવી શકાય છે.
આ માટે સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડવુ યોગ્ય બાબત નથી. લોકશાહીમાં તમામ સમસ્યા અંગે યોગ્ય ચર્ચા થવી જાઈએ અને આ રીતે જ સમાધાન લાવવુ જાઈએ, વિરોધ પ્રદર્શન પણ શાંતિપૂર્ણ હોવા જાઈએ. કોઈને પણ સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડવાનો અધિકાર  નથી.