Not Set/  ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સતર્ક રહો, ઇ-મેલ કે મેસેજ પર કોઈ અજાણી લિન્કને ક્લિક ન કરો

 ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સતર્ક રહો, ઇ-મેલ કે મેસેજ પર કોઈ અજાણી લિન્કને ક્લિક ન કરો

Trending Tech & Auto
cm રૂપાણી 10  ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સતર્ક રહો, ઇ-મેલ કે મેસેજ પર કોઈ અજાણી લિન્કને ક્લિક ન કરો

ઓનલાઈન ટ્રાનજેક્શન જેટલું સરળ બન્યું છે તેટલું જ જોખમી પણ બની ગયું છે. જેમાં લોકો પોતાનો સમય બચાવવા માટે જેમ ઓનલાઈન ટ્રાનજેક્શનનો ઉપયોગ કરે છે. અને ત્યાર બાદ છેતરપિંડીનો ભાગ બને છે.

Data of 267 Million Facebook Users Sold Online by Hackers

મોબાઈલ કે બેન્ક ખાતામાંથી પૈસાની છેતરપિંડી થઈ શકે છે

દેશમાં હાલ ઓનલાઈન ટ્રાનજેક્શનનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. અને જેના કારણે મોટા ભાગના લોકોએ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને છે. ત્યારે ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે ખુબ જ સાવચેતી રાખવી જરૂરી બને છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના રીવામાં ફરજ બજાવતા સ્ટેટ આર્મ્ડ ફોર્સ(SAF)ના એક કોન્સ્ટેબલની સાથે આવું જ કંઈક થયું છે. ઠગોએ તેમને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લગાવવા માટે એક લિન્ક મોકલી હતી. ક્લિક કરવા પર થોડી માહિતી માગવામાં આવી, એમાં માહિતી ભરતાંની સાથે જ તેમના ખાતામાંથી ત્રણ લાખ રૂપિયા કપાઈ ગયા.

Hacker group Legion calls Indian banking system deeply flawed - The Economic Times

ખાસ ધ્યાન રાખવા જેવા મુદ્દા

અજાણી વ્યક્તિને ફોન પર પોતાના બેન્ક ખાતા અંગેની માહિતી ન આપો. અન્ય નામથી આવનારા ફોન કોલ અને  જાહેરાતથી સાવધાન રહો. ફેસબુક, વ્હોટ્સઅપ કે અન્ય મેસેન્જર પર તપાસ કર્યા વગર પૈસા ન આપો. ફેસબુકનો પાસવર્ડ સ્ટ્રોંગ બનાવો જેથી તેનો કોઈ દુરઉપયોગ ન કરે. કસ્ટમર કેર નંબર હંમેશાં 1800થી શરૂ થાય છે નહિ કે કોઈ મોબાઈલ નંબરથી  તેનું ખાસ ધ્યાન રાખો. બની શકે તો કોઈપણ વેબસાઈટની URLને સીધી ટાઈપ કરીને ઉપયોગ કરો. મેસેજમાં લોભાવનારી ઓફરોની લિન્ક પર ક્લિક કરવાથી બચો. પ્રોમોકાર્ડ, રિવાર્ડ પોઈન્ટ, કેશ બેકની લાલચમાં ન પડો. લોટરી લાગવાના નામથી આવેલા વ્હોટ્સએપ કોલથી સાવધાન રહો.

online cheating 2 - RVCJ Media

આજે દેશમાં મોટા ભાગના લોકો ઈન્ટરનેટ અને ઓનલાઈન  ટ્રાનજેક્શનનો ઉપયાગ કરે છે. અને જો જોવામાં આવે તો લોકોના જીવનને સરળ બનાવે છે. પરંતું ક્યાક  ઓનલાઈન ટ્રાનજેક્શન લોકોમાટે ખરાબ પણ સાબિત થઈ શકે છે. તો ઓનલાઈન વસ્તું કે કોઈ પણ પ્રકારનો ડેટા અને માહિતી આપો ત્યારે સર્તકતા દાખવો. કારણ કે નાનકગી બેદરકારી તમને ભારી પડી શકે છે. માટે ઓનલાઈન ટ્રાનજેક્શનનો ઉપયોગ કરતી વખતે સર્તક રહેવું જરૂરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…