Not Set/ OTT પ્લેટફોર્મ પર 80 કરોડમાં વિકી-કેટના લગ્નના વીડિયો રાઇટ્સ વેચાયા !

આ ડીલ કરી વિકી અને કૅટરીનાએ પણ પ્રિયંકા ચોપરા જોનાસ અને નિક જોનાસની જેમ જ  પોતાના લગ્નનું ડ઼઼ૉક્યુમેન્ટેશન સ્ટ્રીમ કરવાના રાઇટ્સ વેચીને તગડી કમાણી કરી છે. પ્રિયંકા અને નિકના લગ્નના કરાર પણ યુએસએમાં એક OTT પ્લેટફોર્મને લાઇવ સ્ટ્રીમિંગના રાઇટ્સ સાથે કરાયા હતા

Trending Entertainment
kt OTT પ્લેટફોર્મ પર 80 કરોડમાં વિકી-કેટના લગ્નના વીડિયો રાઇટ્સ વેચાયા !

બોલીવુડમાં ફિલ્મો કરતા પણ વધુ ચર્ચાકોઇ થઇ રહી હોય તો તે છે  વિકી કૌશલ અને કૅટરીના કૈફના  લગ્નની. માત્ર બોલીવુડ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વીકી-કેટના લગ્નની રાહ જોવાઇ રહી છે. એક એક ક્ષણ બન્નેના ચાહકો તેમના વીશે જાણવા ઇચ્છે છે. કદાચ એ જ કારણોસર  લગ્નની આસપાસના આવા હાઇપને ધ્યાનમાં લેતા, અગ્રણી OTT પ્લેટફોર્મે લગ્નના ફૂટેજના વિશિષ્ટ અધિકારો માટે કલાકારોનો સંર્પક કર્યો છે. ચર્ચા તો બે દિવસથી ચાલતી હતી પરંતુ  આજે જાણવા મળ્યું છે કે એમેઝોન પ્રાઇમ વીડિયોએ 80 કરોડમાં વિકી અને કૅટરીના કૈફના લગ્નનું ફૂટેજ  લેવાની વાત કરી છે.

kt OTT પ્લેટફોર્મ પર 80 કરોડમાં વિકી-કેટના લગ્નના વીડિયો રાઇટ્સ વેચાયા !

વીકી  કૅટરીનાના લગ્નના સ્થળની ઘણી બધી તસવીરો અને વીડિયો ઓનલાઈન શેર કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, આ યુગલ આવતીકાલે એટલે કે 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સિઝ ફોર્ટ બરવાડામાં લગ્નના ફેરા ફરશે. થોડા દિવસો પહેલા, પિંકવિલાની નજીકના એક સ્ત્રોતે ખુલાસો કર્યો હતો કે કૅટરીના કૈફ અને વિકી કૌશલને તેમના લગ્નના ફૂટેજના અધિકાર OTT દિગ્ગજને આપવા માટે 100 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. ઘણા લોકો એવું પણ અનુમાન કરે છે કે આ કારણે સેલેબ કપલે તેમના લગ્નને મામલે સખત ગુપ્તતા જાળવી છે. સાથે જ તેમના મહેમાનને સોશિયલ મીડિયા પર કંઈપણ શેર ન કરવા કહ્યું છે.

કૅટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નની તસવીરો અને વીડિયો ફૂટેજના રાઇટ્સ એમેઝોન પ્રાઇમ વીડિયોને મોટી રકમમાં વેચવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ડીલ કરી વિકી અને કૅટરીનાએ પણ પ્રિયંકા ચોપરા જોનાસ અને નિક જોનાસની જેમ જ  પોતાના લગ્નનું ડ઼઼ૉક્યુમેન્ટેશન સ્ટ્રીમ કરવાના રાઇટ્સ વેચીને તગડી કમાણી કરી છે. પ્રિયંકા અને નિકના લગ્નના કરાર પણ યુએસએમાં એક OTT પ્લેટફોર્મને લાઇવ સ્ટ્રીમિંગના રાઇટ્સ સાથે કરાયા હતા.

kkk OTT પ્લેટફોર્મ પર 80 કરોડમાં વિકી-કેટના લગ્નના વીડિયો રાઇટ્સ વેચાયા !

સુત્રોના જણાવ્યા અનુસાર “OTT પ્લેટફોર્મ બૉલિવૂડના મોટા લગ્નો પર ધ્યાન કેન્દ્રિત કરતી ભવ્ય વૅડિંગ સિરીઝ શરૂ કરવા માંગે છે. વિકી અને કૅટરીનાના લગ્નને એક સ્પેશ્યલ એક્સ્ટેન્ડેડ સેલિબ્રેશન તરીકે ડિઝાઇન કરવામાં આવશે જે બે સ્ટાર્સ સાથેની તેમની લવ સ્ટોરી, તેમના મિત્રો અને પરિવારના ઇન્ટરવ્યુઝ અને ગયા મહિને થયેલા રોકાની ઝલક પણ દેખાડશે. આ ચાર દિવસીય વેડિંગ ફેસ્ટિવલ એટલે કે સંગીતથી લઈને રિસેપ્શન સુધીનું બધું ફૂટેજ લોકોને જોવા મળશે “સ્ટેજ સંગીત અને મહેંદી કાર્યક્રમોના ખર્ચની સંભાળ OTT પ્લેટફોર્મે લીધી હોવાની વાત છે. શંકર-એહસાન-લોય અને સંગીતમાં પરફોર્મ કરનારા કલાકારો પણ OTT ચેનલ દ્વારા પ્રાયોજિત છે. તેમના દ્વારા ફિલ્મ બેન્ડ બાજા બારાતના શૂટિંગ માટે માટે વિડીયોગ્રાફર્સની એક ટીમ મોકલવામાં આવી છે.”

જો કે એમેઝોન પ્રાઇમે કે કૅટ અને વિકી કૌશલની નજીકના કોઈએ આ વાતની પુષ્ટિ કરી નથી. હવે જોવુ રહ્યું કે ખરેખર કેટ-વિકીના લગ્નની ફૂટેજ એમેઝોન પર જોવા મળશે કે પછી…