Wedding/ વિકી કૌશલના પિતાએ એક ક્યૂટ નોટ લખી કર્યું પુત્રવધૂ કેટરીના કૈફનું વેલકમ  

વિકી કૌશલના પિતા શામ કૌશલે કેટરીના કૈફના નામે એક સુંદર નોટ લખી છે. પોતાની પુત્રવધૂ અને પુત્રની તસવીર શેર કરતા શામ કૌશલે લખ્યું, “એક બીજા…

Entertainment
વિકી કૌશલના

વિકી કૌશલના પિતા શામ કૌશલે કેટરીના કૈફના નામે એક સુંદર નોટ લખી છે. પોતાની પુત્રવધૂ અને પુત્રની તસવીર શેર કરતા શામ કૌશલે લખ્યું, “એક બીજા માટે પ્રેમ અને આદરથી ભરેલો સંબંધ. ભગવાન, માતા-પિતા અને લાખો શુભેચ્છકોના આશીર્વાદ બદલ આપ સૌનો આભાર.”

આ પણ વાંચો :સામંથા રુથ પ્રભુ સામે દાખલ કરાઈ FIR, “પુષ્પા”ના ગીત પર સંગઠને જતાવી આપત્તિ

શામ કૌશલે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં વિકી-કેટરીના સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલા આઉટફિટમાં સુંદર લાગી રહ્યાં છે. એક સ્ટંટ ડિરેક્ટર તરીકે શામ કૌશલે કેટરીના કૈફ સાથે એક્શન થ્રિલર ‘ફેન્ટમ’માં કામ કર્યું હતું.

શામ કૌશલે આ તસવીર શેર કરીને પરિવારમાં પુત્રવધૂ કેટરીના કૈફનું સ્વાગત કર્યું અને કેપ્શનમાં લખ્યું: “શુકર રબ દા, શુકર સબ દા. પિતા તરીકે ખૂબ જ ખુશ અને આશીર્વાદ અનુભવું છું. નવપરિણીત વર અને કન્યા પર ભગવાનના આશીર્વાદ હંમેશા બની રહે.”

Instagram will load in the frontend.

આ પણ વાંચો :જોન અબ્રાહમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ Hack? ગૂમ થઇ DP અને પોસ્ટ

કેટરીના કૈફ અને વિકી કૌશલે 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા. સ્ટાર કપલે 2019માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. આ વર્ષની શરૂઆતમાં, ઝૂમના ચેટ શો બાય ઇનવાઇટ ઓન્લી દરમિયાન, અભિનેતા હર્ષવર્ધન કપૂરે પુષ્ટિ કરી હતી કે વિકી કૌશલ કેટરીના કૈફને ડેટ કરી રહ્યો છે. તેણે કહ્યું, “વિકી અને કેટરીના સાથે છે, તે સાચું છે. શું હું આ કહ્યા પછી મુશ્કેલીમાં મુકાઈ જઈશ. મને ખબર નથી. પરંતુ મને લાગે છે કે તેઓ આ વિશે એકદમ ખુલ્લા છે.”

2018 માં, કરણ જોહરના ટોક શો કોફી વિથ કરણ 6 ના એક એપિસોડ દરમિયાન, કેટરીના કૈફે કહ્યું કે તે સ્ક્રીન પર વિકી કૌશલ સાથે “સારી દેખાશે”. શો દરમિયાન જ્યારે વિકી કૌશલને કેટરીનાના નિવેદન વિશે જણાવવામાં આવ્યું ત્યારે તે શરમાતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :અમિતાભ બચ્ચને શેર કરી રણબીર કપૂર-આલિયા ભટ્ટની ‘બ્રહ્માસ્ત્ર’ની ઝલક, ચાહકોએ કહ્યું- ઇંતજારનો આવ્યો અંત  

આ પણ વાંચો : કરીના કપૂર પોઝિટિવ આવ્યા બાદ કરણ જોહરના ઘરે ટેસ્ટ કરવા પહોંચી BMC  

આ પણ વાંચો :રાણા દગ્ગુબાતી માત્ર એક જ આંખથી જોઈ શકે છે, જાણો તેમના બર્થ-ડે પર આ ખાસ વાતો