Not Set/ બહુચરાજી APMC ચૂંટણીમાં વિઠ્ઠલ પટેલની પેનલનો વિજય

મહેસાણાના બેચરાજી APMCની સત્તા માટે ભાજપના જ બે જૂથ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી હતી. જેમાં વિઠ્ઠલ પટેલ અને રજની પટેલનું જૂથ આમને-સામને જોવા મળ્યું હતું. આજરોજ મંગળવારે સવારે 11 વાગે મતગણતરી શરુ કરવામાં આવી હતી ખેડૂત વિભાગની મંડળીની મત ગણતરીના અંતે વિઠ્ઠલ પટેલ પેનલની જીત થઇ હતી. આ અગાઉ મહેસાણાની બહુચરાજી APMC ચૂંટણીના પરિણામ […]

Gujarat Others
sss 29 બહુચરાજી APMC ચૂંટણીમાં વિઠ્ઠલ પટેલની પેનલનો વિજય

મહેસાણાના બેચરાજી APMCની સત્તા માટે ભાજપના જ બે જૂથ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી હતી. જેમાં વિઠ્ઠલ પટેલ અને રજની પટેલનું જૂથ આમને-સામને જોવા મળ્યું હતું. આજરોજ મંગળવારે સવારે 11 વાગે મતગણતરી શરુ કરવામાં આવી હતી ખેડૂત વિભાગની મંડળીની મત ગણતરીના અંતે વિઠ્ઠલ પટેલ પેનલની જીત થઇ હતી.

આ અગાઉ મહેસાણાની બહુચરાજી APMC ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા હતા. જેમાં APMCની 5 બેઠકોનું પરિણામ જાહેર થયું હતું. આ તમામ બેઠક પર વર્તમાન ચેરમેનની પેનલનો વિજય થયો હતો. રજની પટેલ જૂથનો વિઠ્ઠલ પટેલની પેનલ સામે પરાજય થયો છે. રજની પટેલ જૂથને 10 મત મળ્યા છે. ચેરમેન વિઠ્ઠલ પટેલની પેનલને 29માંથી 18 મત મળ્યા હતા.

અત્યાર સુધી બહુચરાજી APMC પર જીત પ્રાપ્ત કરનાર વિજેતાઓ હિરેનભાઇ પટેલ,ગીતાબેન દેસાઇ,અશ્વિનભાઈ પટેલ,વિરમભાઈ પટેલ, સમુબેન દેસાઈ વગેરેનો સમાવેશ થાયછે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…