Not Set/ #Video/ ઈમરાન સરકારનાં વિશેષ સલાહકારે કોરોનાથી બચવા આપી અશ્લીલ સલાહ, સોશિયલ મીડિયા પર ઉડી હવા

પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાનનું મંત્રીમંડળ પણ ‘અનોખા રત્નો‘ થી ભરેલું છે. તેમના એક મંત્રી, ફવાદ ચૌધરી, તેમના ભારત વિરોધી નિવેદનો માટે કુખ્યાત છે, તો વળી તેમના સલાહકાર ડૉ. ફિરદૌસે કોરોના વાયરસ ચેપ રોકવા માટે જે નિવેદન આપ્યુ છે, તે હવે સમગ્ર પાકિસ્તાનની સરકારનાં વિચારો પર પ્રશ્નાર્થ ચિહ્ન બની ગયો છે. હદ તો એ છે […]

World

પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાનનું મંત્રીમંડળ પણ અનોખા રત્નોથી ભરેલું છે. તેમના એક મંત્રી, ફવાદ ચૌધરી, તેમના ભારત વિરોધી નિવેદનો માટે કુખ્યાત છે, તો વળી તેમના સલાહકાર ડૉ. ફિરદૌસે કોરોના વાયરસ ચેપ રોકવા માટે જે નિવેદન આપ્યુ છે, તે હવે સમગ્ર પાકિસ્તાનની સરકારનાં વિચારો પર પ્રશ્નાર્થ ચિહ્ન બની ગયો છે. હદ તો એ છે કે ફિરદૌસનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

ઇમરાનનાં વિશેષ સલાહકારે ગત દિવસોમાં કોરોના વાયરસને લઇને એવું નિવેદન આપ્યું છે કે, બધા ચોંકી ગયા છે. તેમનું નિવેદન સાંભળીને, કેટલાક લોકો હસી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેમના કોરોના વાયરસનાં જ્ઞાન પર કટાક્ષ કરી રહ્યા છે. એવું પણ નથી કે તેમણે આ નિવેદન ચોરી છુપે આપ્યુ હોય. તેમણે આ નિવેદન માઇક સામે કોરોના ચેપ અટકાવવા વિશે કહ્યું છે, જે હાસ્યનો મુદ્દો બની ગયો છે.

તેઓ આ વાયરલ વીડિયોમાં કહે છે કે, સમગ્ર શરીરને કોરોનાથી સુરક્ષિત રાખવું મહત્વપૂર્ણ છે… પગ, મોંઢા સહિત સમગ્ર શરીર, એવુ ન બને કે મોંઢુ તો ઢાંકી દીધુ અને કોરોના નીચેથી ઘૂસી જાય. જો કે, વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ફિરદૌસ આ વાત કોઈ રમુજી રીતે નથી કહી રહ્યો. તે લોકોને ગંભીરતાથી કોરોના ચેપ સામે રક્ષણ આપવાની સલાહ આપી રહી હોય તેવું લાગે છે. તેનો સાર એ હતો કે જો તમે કોરોનાથી બચવા માટે તમારા મોં અને નાકને ઢાંકી દો છો, તો તે માત્રથી જ તમારુ રક્ષણ શક્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.