Panchmahal/ કોવિડ-૧૯ વેક્સિનેશન કામગીરીના આયોજન માટે વિડીયો કોન્ફરન્સ યોજઇ

પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કોવિડ-૧૯ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા અને આયોજન હેતુ જિલ્લા કક્ષાના તમામ વિભાગના અધિકારીઓની જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ મીટીંગ યોજવામાં આવી હતી.

Gujarat Others
WhatsApp Image 2020 12 17 at 8.15.10 PM કોવિડ-૧૯ વેક્સિનેશન કામગીરીના આયોજન માટે વિડીયો કોન્ફરન્સ યોજઇ

પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કોવિડ-૧૯ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા અને આયોજન હેતુ જિલ્લા કક્ષાના તમામ વિભાગના અધિકારીઓની જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ મીટીંગ યોજવામાં આવી હતી.

જિલ્લા કલેકટરે ૫૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓના સર્વેની સમીક્ષા અંગે, ૫૦ વર્ષથી નીચેના વ્યક્તિઓ (કોમોરબીડ)નો સર્વે વ્યવસ્થિત થાય તે બાબતે ધ્યાન રાખવા સૂચના આપી હતી. RTPCR ટેસ્ટની સમીક્ષા અને ટેસ્ટ વધારવા માટેનું આયોજન કરવા, કોન્ટેક્ટ ટ્રેસીંગમાં વધારો કરવા, એન્ટીજન ટેસ્ટની એન્ટ્રી સમયમર્યાદામાં પૂર્ણ કરવા, ટાર્ગેટ મુજબ સર્વેની કામગીરી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા. કોવિડ-૧૯ રસીકરણ માટે PHC લેવલની પ્રાથમિક તૈયારીઓ એડવાન્સમાં પૂર્ણ કરવા, કોવિડ-૧૯ વેક્સીનેસન કામગીરી માટે વેઇટીંગ રૂમ મોટો અને હવા ઉજાસવાળો રહે તેવો પસંદ કરવા સૂચના આપી હતી.

કોવિડ-૧૯ ટેસ્ટની ડેટા એન્ટ્રી, કોન્ટેક્ટ ટ્રેસીંગ પૂર્ણ કરવા જણાવ્યું. કોવિડ- ૧૯ વેક્સીનેસન કામગીરી માટે જિલ્લામાં આવેલ સ્વૈચ્છિક સંસ્થાઓના કર્મચારીઓનો સ્વયંસેવક તરીકે વધુમાં વધુ સહકાર મળી રહે તે માટે આયોજન કરવા પણ કલેકટર અમિત અરોરાએ સૂચના આપી હતી.

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…