Not Set/ Video : દારૂનાં નશામાં એક શખ્સે પોલીસને કરી Kiss, વાયરલ થયો વિડિયો

હૈદરાબાદમાં બોનાલુ ઉત્સવ દરમિયાન એક પોલીસ અધિકારીને કિસ કરવાના આરોપમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના 28 જુલાઇ રવિવારની છે. આ ઘટના ત્યારે બની જ્યારે 28 વર્ષીય શખ્સ નશામાં હતો. આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ અધિકારીને કિસ કરનાર વ્યક્તિનો વિડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. વિડિયોમાં જોઇ શકાય છે […]

India
pjimage 10 Video : દારૂનાં નશામાં એક શખ્સે પોલીસને કરી Kiss, વાયરલ થયો વિડિયો

હૈદરાબાદમાં બોનાલુ ઉત્સવ દરમિયાન એક પોલીસ અધિકારીને કિસ કરવાના આરોપમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના 28 જુલાઇ રવિવારની છે. આ ઘટના ત્યારે બની જ્યારે 28 વર્ષીય શખ્સ નશામાં હતો. આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ અધિકારીને કિસ કરનાર વ્યક્તિનો વિડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. વિડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક લોકોનું એક ટોળુ રસ્તા પર નાચી રહ્યુ છે અને તે જ સમયે આરોપીએ પોલીસ કર્મચારીને ગળે લગાવી કિસ કરી લીધુ હતુ. જે પછી તરત જ પોલીસકર્મીએ તેને ધક્કો મારી પોતાનાથી અલગ કરી દીધો અને થપ્પડ મારી દીધો.

તપાસ મુજબ આરોપી ખાનગી બેંકમાં નોકરી કરે છે. નલ્લાકુંતાલા પોલીસ સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર કે મુરલીધરે જણાવ્યું કે, તેમણે આઈપીસીની કલમ 353 હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બોનાલુ હૈદરાબાદનો હિન્દુ તહેવાર છે જે દર વર્ષે તેલંગાણામાં ઉજવવામાં આવે છે અને જેમાં લોકોની ભીડ એકઠી થાય છે. ઉત્સવ 28 જુલાઈએ સમાપ્ત થશે. આપને જણાવી દઇએ કે, આ મહિનાની જુલાઈમાં બે યુવકોને ઓન ડ્યુટી પોલીસ અધિકારીઓની સાથે અપશબ્દોનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે નેતાજી સુભાષ પેલેસ વિસ્તારનો કેસ હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે યુવક વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.