Not Set/ Video: વડોદરામાં ભારે વરસાદ વચ્ચે એમ.એસ.યુનિવર્સિટી કોલેજનાં કેમ્પસમાં ભરાયુ પાણી

ગુજરાતનાં વડોદર શહેરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. અહી જ્યા નજર નાખો ત્યા પાણી જ પાણી દેખાઇ રહ્યુ છે. વડોદરામાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ પડ્યો છે. હાલત એટલી ખરાબ બની છે કે અહી રહેણાક વિસ્તારોની સાથે સ્કૂલ અને કોલેજોમાં પણ વરસાદી પાણી કેમ્પસની અંદર ઘૂસી આવ્યુ છે. અહી આપ વિડીયોમાં જોઇ શકો છો કે […]

Gujarat Vadodara
vadodara massive rain Video: વડોદરામાં ભારે વરસાદ વચ્ચે એમ.એસ.યુનિવર્સિટી કોલેજનાં કેમ્પસમાં ભરાયુ પાણી

ગુજરાતનાં વડોદર શહેરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. અહી જ્યા નજર નાખો ત્યા પાણી જ પાણી દેખાઇ રહ્યુ છે. વડોદરામાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ પડ્યો છે. હાલત એટલી ખરાબ બની છે કે અહી રહેણાક વિસ્તારોની સાથે સ્કૂલ અને કોલેજોમાં પણ વરસાદી પાણી કેમ્પસની અંદર ઘૂસી આવ્યુ છે. અહી આપ વિડીયોમાં જોઇ શકો છો કે કેવી રીતે એમ.એસ.યુનિવર્સિટીનાં કેમ્પસમાં પાણી ભરાઇ રહ્યુ છે. પ્રથમ દ્રષ્ટિએ જોતા આ કેન્ટીનનાં દ્રશ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, વડોદરામાં ભારે વરસાદનાં કારણે સ્કૂલ અને કોલેજોમાં પહેલા જ રજા આપી દેવામાં આવી છે.

વડોદરામાં 24 કલાકમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ નોંધવામાં આવ્યો હતો. જો કે હજુ પણ ભારે વરસાદ પડી શકે તેવુ હવામાન વિભાગનું કહેવુ છે. વડોદરામાં પાણી એટલુ ભરાઇ ગયુ છે કે લોકોને ઘરની બહાર નિકળવુ મુશ્કિલ બની રહ્યુ છે. જો કે છેલ્લા ઘણા કલાકોથી વરસાદ બંધ છે પરંતુ પાણીનો ભરાવો હજુ પણ યથાવત દેખાઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.