Russia Ukraine Crisis/ યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયાનો વીડિયો વાયરલ, સરકાર પાસે કરી મદદની આજીજી…

યુક્રેનમાં ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે ત્યારે કેટલાય વિદ્યાર્થીઓ યુક્રેનના ખાર્કિવમાં એક મેટ્રો સ્ટેશનમાં આશ્રય લેવા મજબૂર બન્યા છે. છેલ્લા 1-2 દિવસથી તેઓ ત્યાં જ છે.

Top Stories World
વિદ્યાર્થી

યુક્રેનમાં ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે ત્યારે કેટલાય વિદ્યાર્થીઓ યુક્રેનના ખાર્કિવમાં એક મેટ્રો સ્ટેશનમાં આશ્રય લેવા મજબૂર બન્યા છે. છેલ્લા 1-2 દિવસથી તેઓ ત્યાં જ છે. જ્યા એક ભારતીય વિદ્યાર્થીએ વીડિયો બનાવ્યો છે. અને ત્યાની સ્થિતિથી અવગત કરાવ્યા છે. વીડિયોમાં વિદ્યાર્થી કહી રહ્યો છે કે, અહી ના તો કાંઈ ખાવા-પીવાની વ્યવસ્થા છે ના બીજી કોઈ અન્ય સુવિધા, અમે ઠંડીમાં સ્વેટર આધારે પડ્યા છે.તેઓ બોમ્બ ધડાકાના અવાજો સાંભળી રહ્યા છે.

વિદ્યાર્થીએ ત્યાની આપવિતી સંભળાવતા ભારતીય સરકાર પાસે મદદ માટે આજીજી કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર વહેલી તકે તેમની મદદ કરે, અને તેમણે યુક્રેનમાંથી ભારત લાવે તેવી અપીલ છે.