Not Set/ શ્રીલંકામાં સૈનિકોએ લઘુમતી સમુદાયને ઘૂંટણ પર ચલાવતા વિડીયો વાયરલ,તપાસના આદેશ

લોકડાઉનમાં નિયમભંગ મામલે સજા આપતાં વિડીયો વાયરલ થતાં તપાસના આદેશ

World
shrilanka શ્રીલંકામાં સૈનિકોએ લઘુમતી સમુદાયને ઘૂંટણ પર ચલાવતા વિડીયો વાયરલ,તપાસના આદેશ

શ્રીલંકામાં અલ્પસંખ્યક મુસલમાનને ઘૂંટણ પણ ચાલવા માટે મજબૂર કરનારનો વિડીયો વાયરલ થયા બાદ મિલેટરીએ આ ઘટનાની તપાસ હાથ ધરી છે. રવિવારકો મિલેટરીએ તપાસની વાત કરી છે.અહીંયા એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક હથિયારધારી સૈનિક મુસલમાનોને સડક પર ઘૂંટણ  પર બેસવાનો આદેશ આપ્યો હતો અને એવી રીતે ચાલવાનું કહે છે. આ વાત ટોક ઓફ ધ  અરાવુર બની છે. આ જગ્યા રાજધાની કોલંબોથી 300 કિલોમીટર દૂર છે.

અલ્પસંખ્યક પીડિત મુસ્લિમો ભોજન ખરીદવા માટે  રેસ્ટોરન્ટમાં જઇ રહ્યા હતા. તે  સમયે કેટલાક સશસ્ત્ર સૈનિકોએ તેમને પકડ્યા હતા અને લોકડાઉન નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવીને સૈનિકોએ તેમને આ પ્રકારની સજા કરી હતી.  અહીંના અધિકારીઓ કહે છે કે સૈનિકોને કોઈને પણ આવી સજા આપવાનો અધિકાર નથી. આ કિસ્સામાં, સૈન્ય તરફથી કહેવામાં આવ્યું છે કે ‘વાયરલ થયેલા અરાવુર વિસ્તારની તસવીરો અંગે પ્રાથમિક તપાસ શરૂ થઈ છે. પ્રતાડિત થયા બાદ આ તપાસ શરૂ કરવામાં આવી છે. ‘

પ્રાથમિક તપાસ દરમિયાન આ ઘટનામાં સામેલ ઇન્ચાર્જ  અધિકારીને હટાવવામાં આવ્યા છે અને આમાં સામેલ અન્ય સૈનિકોને શહેર છોડી જવાનું કહેવામાં આવ્યું છે. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે  કે આ સમયે શ્રીલંકામાં એક મહિનાનો લોકડાઉન છે.એપ્રિલના મધ્યભાગથી, અહીં કોરોના વાયરસના  કારણે ઘણા લોકોના મોત નીપજ્યાં છે.શ્રીલંકામાં સૈનિકો સ્થાનિક પોલીસ-વહીવટની સહાય માટે તૈનાત કરવામાં આવ્યા છે જેથી તેઓ કોરોના સંબંધિત નિયમોનું પાલન કરવામાં મદદ કરી શકે.