Not Set/ વિડીયો વાયરલ: સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે રાહ જોતા મૃતદેહો

સુરતમાં અશ્વનીકુમાર સ્મશાનગૃહનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહની લાંબી કતારો જોવા મળી રહી છે.

Trending Videos
વ૨ 37 વિડીયો વાયરલ: સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે રાહ જોતા મૃતદેહો

સુરતમાં અશ્વનીકુમાર સ્મશાનગૃહનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહની લાંબી કતારો જોવા મળી રહી છે. અને સાથે આવેલા ડાઘુઓ પણ અંતિમ વિધિ માટે લાઈનમાં બેઠા હોવાનું જોવા મળી રહ્યું છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ મનપા દ્વારા સુરતમાં વેક્સીનેશન અને ટેસ્ટીંગની કામગીરી પુરજોશમાં શરુ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત 4 એપ્રિલના રોજ 8 દર્દીઓના મોત નીપજ્યા હતા. ત્યારે આ બધા વચ્ચે સુરતના અશ્વનીકુમાર સ્મશાન ગૃહનો એક વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં લાશોની કતારો જોવા મળી રહી છે. અને પરિવારજનો અંતિમવિધિ માટે રાહ જોઇને બેઠા હોવાનું દેખાઈ રહ્યું છે. આ વિડીયો અંગે અમે કોઈ પુષ્ટી કરતું નથી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે આ વિડીયો અંગે જણાવવાનું કે સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે લોકો બરોબર ફરજીયાત માસ્ક પહેરે અને સોશિયલ ડીસટન્સ જાળવે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કુલ કોરોના સંક્રમીતોનો આંક ૩ લાખ ણે પાર કરી ચુક્યો છે. તો બીજું બાજુ સુરત ના છેવાડા ના વિસ્તારોમાં હાલમાં કોરોના કેસનીસંખ્યા વધતા ઓક્સીજન ની અછત વર્તાઈ રહી છે.

અત્રેઉલ્લેખ્નીય છે કે રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો નોધાઇ રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગત રોજ સાંજે રાજ્યમાં 2875 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,18,438 ઉપર પહોચ્યો  છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2024 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,98,737 છે. રાજ્યમાં રીકવરી રેટ ૯૩.81 ટકા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 15,135 છે.

અમદાવાદ શહેરમાં 664 કેસ નોંધાયા હતા. જયારે સુરતમાં શહેરમાં નવા 545 કેસ સામે આવ્યા હતા. તો વડોદરા શહેરમાં નવા 309 કેસ નોંધાયા હતા. રાજકોટ શહેરમાં નવા 233 કેસ, અને જામનગર શહેરમાં નવા 54 અને ભાવનગર શહેરમાં 58 નવા કેસ નોંધાયા હતા.