હરાજી/ આખરે 9 માં પ્રયત્ને 52.25 કરોડમાં વેચાઇ ગયો વિજ્ય માલ્યાનું કિંગ ફિશર હાઉસ

  કિંગફિશર હાઉસ એક સમયે માલ્યાની માલિકીનું હતું એ અત્યારે બંધ થયેલી કિંગફિશર એરલાઇન્સનું મુખ્ય મથક હતું

Top Stories
king fissher આખરે 9 માં પ્રયત્ને 52.25 કરોડમાં વેચાઇ ગયો વિજ્ય માલ્યાનું કિંગ ફિશર હાઉસ

મુંબઇના વિલે પાર્લે વિસ્તારમાં આવેલા ભાગેડું  બિઝનેસમેન વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ આવેલું છે તે  નવમા પ્રયત્નમાં  હૈદરાબાદના  સૈટર્ન રિયલ્ટર્સને 52.25 કરોડમાં વેચવામાં આવ્યું છે.  કિંગફિશર હાઉસ એક સમયે માલ્યાની માલિકીનું હતું એ અત્યારે બંધ થયેલી કિંગફિશર એરલાઇન્સનું મુખ્ય મથક હતું. માલ્યા પર લગભગ 9,000 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે.

સૈટર્ન રિયલ્ટર્સે આ સોદા માટે મહારાષ્ટ્ર સરકારને 2.612 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. આ સોદો ગયા મહિને 31 જુલાઈએ નોંધવામાં આવ્યો હતો.મુંબઈ એરપોર્ટની બહાર 2401.70 ચોરસ મીટરની આ મિલકત 2016 માં જોડવામાં આવી હતી. બેંગલુરુની ડેટ રિકવરી ટ્રિબ્યુનલે છેલ્લા આઠ પ્રયાસોમાં નિષ્ફળ ગયા બાદ અંતે તે વેચાઇ ગયું હતું.

રિયલ એસ્ટેટ રિસર્ચ ફર્મ લિયાઇસ ફોરાસના મેનેજિંગ ડિરેક્ટર પંકજ કપૂરે જણાવ્યું હતું કે કિમતનો  ઘટાડાે તેના સ્થાન અને બજારની સ્થિતિને આભારી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે   ઉચાઈ પ્રતિબંધોને કારણે વિકાસની બહુ સંભાવના નથી, કારણ કે તે એરપોર્ટની નજીક છે. તેમજ બજારની હાલત ખરાબ છે.

કિંગફિશર એરલાઇન્સ 20 ઓક્ટોબર 2012 ના રોજ નાણાકીય મુશ્કેલીમાં બંધ થઇ  હતી. માલ્યા પર કિંગફિશર એરલાઇન્સ સાથે છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે અને તેણે બેંકો સાથે છેતરપિંડી કરવા બદલ ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરાયો છે,માલ્યા યુનાઇટેડ કિંગડમ ભાગી ગયો હતો અને ભારતમાં પ્રત્યાર્પણ ટાળવા માટે અનેક મોરચે લડી રહ્યો છે. એપ્રિલ 2019 માં ધરપકડ બાદથી તે પ્રત્યાર્પણ વોરંટ પર યુકેમાં જામીન પર બહાર છે.