Court/ બેનીગ એક્ટના ગુનામાં જામીન અરજીને મંજુર કરતી ગ્રામ્ય કોર્ટ.

વેબ સાઈટ ઉપર આવતી જાહેરાતોમાં મોટાભાગની જાહેરાતો માત્ર લોકોને છેતરવા માટેની જ હોય છે. ભણતરના અભાવને કારણે ઘણી વાર લોકો છેતરતી વેબસાઇટની ઉપર ક્લિક કરી દેતા હોય છે અને ત્યારબાદ તેના શિકાર થઇ જતા હોય છે. પોતે મહેનતથી કમાવેલા રૂપિયાને ઓનલાઇન સાઈટો ઉપર આવતી લોભામણી લાલચોમાં વેડફીને છેલ્લે તેમને પસ્તાવો થતો હોય છે. થોડા સમય […]

Ahmedabad Gujarat
saja court બેનીગ એક્ટના ગુનામાં જામીન અરજીને મંજુર કરતી ગ્રામ્ય કોર્ટ.

વેબ સાઈટ ઉપર આવતી જાહેરાતોમાં મોટાભાગની જાહેરાતો માત્ર લોકોને છેતરવા માટેની જ હોય છે. ભણતરના અભાવને કારણે ઘણી વાર લોકો છેતરતી વેબસાઇટની ઉપર ક્લિક કરી દેતા હોય છે અને ત્યારબાદ તેના શિકાર થઇ જતા હોય છે. પોતે મહેનતથી કમાવેલા રૂપિયાને ઓનલાઇન સાઈટો ઉપર આવતી લોભામણી લાલચોમાં વેડફીને છેલ્લે તેમને પસ્તાવો થતો હોય છે.

થોડા સમય પહેલા વિક્ટ્રી વર્લ્ડ નામની એક એપ્લિકેશન બજારમાં ફરતી થઇ હતી. જેમાં લોભામણી લાલચો આપીને અનેક લોકોને આકર્ષિત કરીને તેમની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે અમદાવાદ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે જયપુરથી રિયાઝ ખાન નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. રિયાઝ સામે ક્રાઈમ બ્રાન્ચે આઇપીસી ની કલમો અને જીપીઆઈડી ની કલમો તેમજ પ્રાઈઝ ચિટ મની સર્ક્યુલેશન સ્કીમ ( બેનીગ ) એક્ટ મુજબની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

રિયાઝે પોતાના વકીલ નિશાર વૈદ્ય દ્વારા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે મામલે કોર્ટમાં વિડીયો કોન્ફ્રસન્સ દ્વારા સુનાવણી હાથ ધરાતા એડવોકેટ નિશાર વૈધે દલીલ કરી હતી કે તેમના અસીલે માત્ર એપ્લિકેશન બનાવી છે તે એપ્લિકેશનથી જે ગુનો થયો તેમાં તે સામેલ નથી. અને તેમના અસીલનો કામકાજ જ રૂપિયા લઈને એપ્લિકેશન બનાવાનો છે. એક વાર એપ્લિકેશન બની ગયા બાદ તે એપ્લિકેશનનું કઈ રીતે ઉપયોગ થાય છે તે તેમના અસીલને તેનાથી કોઈ લેવા દેવા હોતા નથી. માટે તેમના અસીલ સંપૂર્ણ પણે નિર્દોષ છે અને તેઓ જામીનના હક્કદાર છે.

બીજી તરફ મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ પણ વળતો જવાબ કોર્ટમાં રજૂ કર્યો હતો કે આરોપીએ એપ્લિકેશન બનાવી છે અને ત્યારબાદ ગુનો બન્યો છે તેથી ગુનાનો પ્લાનિંગ કરતા આરોપી જ છે. માટે તેને જામીન ન મળવા જોઈએ.

ગ્રામ્ય સેશન્સ જજ બી એસ ઉપાધ્યાય એ બચાવ પક્ષની દલીલોને માન્ય રાખીને આરોપી રિયાઝ ખાનના રેગ્યુલર જામીન અરજીને મંજુર કરવાનો હુકમ જારી કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો

Reporter Name: