Not Set/ ગાંધીધામ/ ડમ્પિંગ સાઈટને લઈને, ગ્રામજનોએ કચરાની ટ્રકો અટકાવી વિરોધ નોંધાવ્યો

ગાંધીધામના શિણાય ગામના લોકો દ્વારા ગામની સીમમાં કચરો ફેંકવામાં આવતા ગ્રામજનોએ કચરાના 8 ટ્રકો અટકાવી વિરોધ નોંધાવ્યો હતો. હાઇકોર્ટમાં કેસ કર્યો પછી ગ્રામજનો તરફી હુકમ આવતા પાલિકાએ આ સાઇટ પર કચરો નાખી ન શકે તેને લીધે અન્ય નવી સાઇટ આપવા કલેક્ટરને માગણી કરી હતી. કલેક્ટર દ્વારા અંજારના વાડા ગામની જમીનની ફાળવણી કરી હતી. ફાળવવામાં આવેલી […]

Gujarat Others
કચ્છ ગાંધીધામ/ ડમ્પિંગ સાઈટને લઈને, ગ્રામજનોએ કચરાની ટ્રકો અટકાવી વિરોધ નોંધાવ્યો

ગાંધીધામના શિણાય ગામના લોકો દ્વારા ગામની સીમમાં કચરો ફેંકવામાં આવતા ગ્રામજનોએ કચરાના 8 ટ્રકો અટકાવી વિરોધ નોંધાવ્યો હતો. હાઇકોર્ટમાં કેસ કર્યો પછી ગ્રામજનો તરફી હુકમ આવતા પાલિકાએ આ સાઇટ પર કચરો નાખી ન શકે તેને લીધે અન્ય નવી સાઇટ આપવા કલેક્ટરને માગણી કરી હતી. કલેક્ટર દ્વારા અંજારના વાડા ગામની જમીનની ફાળવણી કરી હતી. ફાળવવામાં આવેલી જમીન પર પાલિકા દ્વારા કચરાનો નિકાલ પાંચેક દિવસ સુધી કરવામાં આવ્યા પછી ગ્રામજનો દ્વારા વિરોધ થતાં મામલો ગરમાયો હતો.

નગરપાલિકાને આપવામાં આવેલી કચરાની સાઇટ પર 40થી 45 કિલોમીટર દૂર અહીંથી કચરો લઇ જવો પડે છે. કચરાના નિકાલ માટે આપવામાં આવેલી સાઇટને લીધે અંજારના વાડા ગામના ગ્રામ પંચાયત અને અન્ય આગેવાનોએ પણ વિરોધ નોંધાવીને કોઇપણ સંજોગોમાં અહીં કચરો ન ઠાલવવા દેવા માગણી કરી હતી.

કચ્છની ગાંધીધામ નગરપાલિકાનો ઘન કચરો અંજાર તાલુકાના વાડા ગામની સીમમાં ફેંકવામાં આવતા ગ્રામજનોએ કચરાના 8 ટ્રકો અટકાવી વિરોધ નોંધાવ્યો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીધામ નગરપાલિકાનો કચરો અગાઉ શિણાય ડમપિંગ સાઈટમાં ફેકવામાં આવતો હતો પરંતુ હાઇકોર્ટે અહીં કચરો ફેકવા પર મનાઈ હુકમ ફરમાવ્યો છે બાદમાં વૈકલ્પિક ધોરણે અંજારની ડમપિંગ સાઈટ પર કચરો ફેંકવાનું શરૂ કરાયું પણ અંજારના નગરજનોએ વિરોધ નોંધાવતા કલેકટરે ગાંધીધામ નગરપાલિકાને અંજાર તાલુકાના વાડા ગામની પડતર જમીન ડમપિંગ સાઈટ માટે સોંપી હતી જો કે,અહીં પણ ગ્રામજનો સતત વિરોધ નોંધાવી રહ્યા છે વાડા ગામના સરપંચ સહિતના આગેવાનોએ ભેગા મળી કચરાની ટ્રકોને પરત વાળી હતી અહીં પણ ડમપિંગ સાઈટ મામલે લોકવિરોધ  ઉઠી રહ્યો છે,  ત્યારે હવે ગાંધીધામ નગરપાલિકાનો દૈનિક હજારો ટન કચરાનો કયા સ્થળે નિકાલ કરવો તે પ્રશ્ન સત્તાધીશોને મૂંઝાવી રહ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.