ગ્રામ પંચાયત ચૂંટણી 2021/ રાજ્યમાં ગ્રા.પં.ચૂંટણી મતદાનમાં આ બે વિસ્તારમાં થયો આચારસંહિતાનો ભંગ

નવસારીનાં ચીખલીનાં વંકાલ ગામે દક્ષાબેન કમલેશભાઈ પટેલ દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે.

Top Stories Gujarat Others Gram Panchayat Election 21
નવસારીમાં આચારસંહિતા
  • નવસારીના ચીખલીમાં આચારસંહિતાનો ભંગ
  • વંકાલ ગામે દક્ષાબેન પટેલે કર્યો આચારસંહિતાનો ભંગ
  • પોતાના નામ અને ચિન્હનો એર બલૂન યથાવત્ રાખ્યો
  • મતદાન મથકથી 500 મી. દૂર એર બલૂન

રાજ્યમાં આજે (રવિવાર) સવારેથી જ 8,690 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ થઇ રહ્યુ છે. પરંતુ તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યમાં ગ્રા.પં.ચૂંટણી મતદાનમાં બે વિસ્તારમાં આચારસંહિતાનો ભંગ થયો છે. જેમા એક ઘટના નવસારીનાં ચીખલી અને બીજી ઘટના વલસાડ તાલુકાનાં ભદેલીમાંથી સામે આવી છે.

આ પણ વાંચો – ગ્રામ પંચાયત ચૂંટણી 2021 /  જૂનાગઢ જિલ્લાના 787 મતદાન મથકો પર મતદાન શરૂ,સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયુ છે, ત્યારે આ સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છીય બનાવ ન બને તેના માટે તંત્ર પહેલા જ સજ્જ થઇ ગયુ છે. રાજ્યમાં  શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતનાં સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઇ પણ પ્રકારની ગેરરીતિ માટે પોલીસ પૂરી રીતે એલર્ટ મોડમાં છે ત્યારે હવે નવસારીનાં ચીખલીનાં વંકાલ ગામનાં સરપંચનાં ઉમેદવાર દક્ષાબેન કમલેશભાઈ પટેલ દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર તેમણે પોતાના નામ અને ચિહ્નનો એર બલૂન યથાવત રાખ્યો હતો. જે સ્પષ્ટપણે આચારસંહિતાનો ભંગ છે. જો કે આ બલૂન મતદાન મથકથી 500 મી. દૂર છે. બીજી તરફ વલસાડ તુલાકાનાં ભદેલીમાં પણ આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, ભદેલી જગાલાલા ગામનાં વોર્ડ ન. 5 ઉમેદવારે વોર્ડ નં 12માં મતદાન કરીને બેલેટ પેપરનો ફોટો સશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે પછી ગ્રામપંચાયતની ચૂંટણીમાં વિવાદ સર્જાયો હતો. હવે આ ઉમેદવારનાં હરીફ ઉમેદવારની પેનલનાં સભ્યે ચૂંટણી અધિકારીને આચાર સહિતા ભંગની ફરિયાદ કરી વોર્ડ નં. 5નાં ઉમેદવારનું સભ્યપદ રદ્દ કરવા માંગ કરી હતી.

આ પણ વાંચો –ગ્રામ પંચાયત ચૂંટણી 2021 / ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે વાંઠવાડીમાં કર્યું મતદાન,વધુ મતદાન કરવાની અપીલ

ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણીપંચએ પૂરી તૈયારીઓ સંપન્ન કરી દીધી છે. આજે (રવિવાર) સવારે સાત વાગ્યાથી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયુ છે. જણાવી દઇએ કે, નવેમ્બરમાં કુલ 10 હજાર 897 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઇ હતી. જે પૈકી 1 હજાર 167 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઇ છે. 8 હજારથી વધુ ગામડાઓમાં પોતાના સમર્થકોને જીતાડવા માટે ભાજપ અને કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામજનો જે પ્રકારે મતદાન કરશે તેની અસર વિધાનસભાની ચૂંટણીમાં થઇ શકે છે. આથી ગ્રામ પંચાયતોની ચૂંટણી એ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીનું ટ્રેલર માનવામાં આવી રહ્યું છે. જણાવી દઇએ કે, ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 23 હજાર 112 મતદાન મથકો પર મતદાન શરૂ થઇ ગયુ છે. આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલુ મતદાન સાંજે 6 વાગ્યા સુધી થશે. અંદાજે 1 કરોડ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વળી જો મતગણતરીની વાત કરીએ તો 21 ડિસેમ્બરનાં રોજ આ કાર્ય હાથ ધરાશે.