Iraq Violence/ ઈરાકમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ફાટી નીકળી હિંસા: 1નું મોત, 8 લોકો ઘાયલ

બગદાદઃ ઈરાકના કિરકુક શહેરમાં હંગામો મચી ગયો છે. અહીં કુર્દિશ અને અરબ રહેવાસીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી છે. હિંસામાં એક નાગરિકનું મોત થયું હતું અને આઠ લોકો ઘાયલ થયા હતા. હિંસા બાદ શહેરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ઇરાકના પીએમ મોહમ્મદ શિયા અલ-સુદાનીએ કિર્કુકમાં કર્ફ્યુનો આદેશ આપ્યો હતો. આ સાથે હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં […]

World
Iraq Violence ઈરાકમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ફાટી નીકળી હિંસા: 1નું મોત, 8 લોકો ઘાયલ

બગદાદઃ ઈરાકના કિરકુક શહેરમાં હંગામો મચી ગયો છે. અહીં કુર્દિશ અને અરબ રહેવાસીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી છે. હિંસામાં એક નાગરિકનું મોત થયું હતું અને આઠ લોકો ઘાયલ થયા હતા. હિંસા બાદ શહેરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ઇરાકના પીએમ મોહમ્મદ શિયા અલ-સુદાનીએ કિર્કુકમાં કર્ફ્યુનો આદેશ આપ્યો હતો. આ સાથે હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સુરક્ષા વધારવાનો નિર્દેશ આપ્યો છે.

એક રિપોર્ટ અનુસાર,પીએમ અલ-સુદાનીએ તમામ પક્ષોને “કિરકુકમાં હિંસાને રોકવા અને સુરક્ષા, સ્થિરતા અને વ્યવસ્થા જાળવવા માટે તેમની ભૂમિકા ભજવવા માટે આહવાન કર્યું છે.” એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, કિરકુકમાં ઘણા દિવસોથી હિંસા ભડકી રહી છે.જેમાં એક નાગરિકનું મોત થયું છે અને આઠ લોકો ઘાયલ થયા છે. સંઘીય સરકાર અને ઉત્તરમાં સ્વાયત્ત કુર્દિશ પ્રદેશના સત્તાવાળાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

સ્થાનિક હેલ્થ ઓથોરિટીના ડાયરેક્ટર ઝિયાદ ખલાફે AFP ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, મૃત્યુની આસપાસના સંજોગો તરત જ સ્પષ્ટ થયા નથી, તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઘાયલોને ગોળીઓ, પથ્થરો અથવા કાચથી મારવામાં આવ્યા હતા. ઘાયલોમાં સુરક્ષા દળોનો એક સભ્ય પણ સામેલ છે. આપને જણાવી દઈએ કે કિરકુકમાં લગભગ એક અઠવાડિયાથી તણાવનું વાતાવરણ છે.

2014માં, કુર્દિસ્તાન ડેમોક્રેટિક પાર્ટી (KDP) અને પેશમર્ગા, સ્વાયત્ત કુર્દિશ પ્રદેશના સુરક્ષા દળોએ ઉત્તર ઇરાકમાં તેલ ઉત્પાદક વિસ્તાર કિરકુક પર નિયંત્રણ મેળવ્યું. મીડિયા રિપોર્ટ અનુસાર, કુર્દિશ સ્વતંત્રતા પર નિષ્ફળ જનમત બાદ ફેડરલ સૈનિકોએ તેમને 2017માં હાંકી કાઢ્યા હતા. તાજેતરના તણાવ દરમિયાન પોલીસને હરીફ જૂથોને અલગ રાખવા માટે તૈનાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: One Nation One Election/ ‘વન નેશન, વન ઈલેક્શન’ પર બનેલી કમિટીમાં ગુલામ નબી આઝાદનું નામ જોઈને કોંગ્રેસ ભડકી, આપ્યું આ નિવેદન

આ પણ વાંચો: Gujarat Politics/ CMO ઓફિસમાં મોટો હોબાળો, જોઈન્ટ સેક્રેટરીને હટાવ્યા, PMOમાંથી આવ્યો  આદેશ

આ પણ વાંચો: Anand Jail Break/ આણંદની બોરસદ જેલ મામલો, બેરેકના દરવાજાના લાકડા કાપીને ચાર કેદીઓ ફરાર