Not Set/ દુષ્કર્મ/ સુરતમાં 4 વર્ષીય બાળકીનાં અપહરણ બાદ આચરાયું દુષ્કર્મ

ગુજરાત ફરી શર્મસાર જોવામાં આવી રહ્યું છે. લોકો દેશભરમાં અને રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને દિકરી મારી લાડકવાઇ ગાઇને સંતોષ મનાવી રહ્યા છે અને નરાધમો રોજબરોજ દિકરીઓને પીંખી લોકો અને ખાસ કરીને પોલીસ અને કાયદો અને વ્યવસ્થાની મજાક ઉડાવી રહ્યા છે. રોજ કોઇને કોઇ ઘટનાને નરાધમો દ્વારા અંજામ આપવામાં આવે છે અને પોલીસ મુકપ્રેક્ષક બની પાછળની […]

Gujarat Surat
srt rape દુષ્કર્મ/ સુરતમાં 4 વર્ષીય બાળકીનાં અપહરણ બાદ આચરાયું દુષ્કર્મ

ગુજરાત ફરી શર્મસાર જોવામાં આવી રહ્યું છે. લોકો દેશભરમાં અને રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને દિકરી મારી લાડકવાઇ ગાઇને સંતોષ મનાવી રહ્યા છે અને નરાધમો રોજબરોજ દિકરીઓને પીંખી લોકો અને ખાસ કરીને પોલીસ અને કાયદો અને વ્યવસ્થાની મજાક ઉડાવી રહ્યા છે. રોજ કોઇને કોઇ ઘટનાને નરાધમો દ્વારા અંજામ આપવામાં આવે છે અને પોલીસ મુકપ્રેક્ષક બની પાછળની કાર્યવાહી કરતી રહે છે. શું આ નરાધમોને પોલીસ કે પ્રશાસનનો કોઇ ડર જ નથી ?

જી હા ફરી સુરતની ભાગોળે બાળકી પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. દિવસે ને દિવસે દુષ્કર્મની ધટના વધી રહી છે ત્યારે સુરતમાં સચિન GIDC વિસ્તારમાં ફરી એકવાર 4 વર્ષીય માસૂમ બાળકી પર દુષ્કર્મ જેવી શરમજનક ધટના સામે આવી છે. પિતા સાથે રાત્રિના સમયે ઘર નજીક રામલીલા જોવા ગયેલી બાળકીનું અજાણ્યા વાસના પીડિતોએ અપહરણ કરી લીધા બાદ દુષ્કર્મ ગુજાર્યું હતું.

પિતા જ્યારે આરતિ લોવા માટે સ્ટેજ તરફ આગળ ગયા ત્યારે હવસ ભૂખ્યા વરુઓએ બાળકીને પિતાને શોધી લાવીએ કહી, ફોસલાવી અપહરણ કરી લીધું હતું. અપહરણ બાદ નજીકના ઝાડી-જાખરામાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં આ અજાણ્યા શખ્સો  સવારના સાડા ચાર આસપાસ બાળકીને ઘર નજીક મુકીને ફરાર થઈ ગયાં હતા. આમા પણ સદભાગ્ય કહી શકાય કે નરાધમો દ્વારા બાળકીને જાનહાની કરવામાં આવી નહોતી.

બાળકીના પરીવારજનોએ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાની હતી. બાળકીના શરીરના ભાગે ઈજાના નીશાન મળી આવતાં સિવિલ હોસ્પિટલમાં લવાઇ છે. બાદમાં પોલીસ બાળકીને સારવાર અને તબીબી પરીક્ષણ કરવાની તજવીજ હાથધરી હતી. તેમજ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ હતી. આપને જણાવી દઇએ કે દુષ્કર્મ આચરનાર શંકાસ્પદ આરોપી સીસીટીવીમાં કેદ થઇ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.  ઘટનાનાં કારણે લોકોમાં ભારે રોષ જોવામાં આવી રહ્યો છે, ત્યારે આવી ધટના હજુ ગુજરાતમાં કેટલી બનવાની બાકી છે, તે પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.