VIOLENT PROTEST/ બિહારમાં અગ્નિપથ યોજનાનો ઉગ્ર વિરોધ,યુવાનો રોડ પર

સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી ‘અગ્નિપથ યોજના’નો વિરોધ ઉગ્ર બન્યો છે. બિહારના જહાનાબાદમાં આજે વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો

Top Stories India
2 37 બિહારમાં અગ્નિપથ યોજનાનો ઉગ્ર વિરોધ,યુવાનો રોડ પર

સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી ‘અગ્નિપથ યોજના’નો વિરોધ ઉગ્ર બન્યો છે. બિહારના જહાનાબાદમાં આજે વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો. ત્યાં વિદ્યાર્થીઓએ રસ્તા રોક્યા અને આગચંપી થઈ. વિદ્યાર્થીઓએ જહાનાબાદમાં NH-83 અને NH-110માં આગ લગાવી દીધી છે.

HIKE /દેશમાં મોંઘવારી આસમાને,નવું ગેસ કનેકશન લેવાનું આજથી થયું આટલું મોંઘું,જાણો…

ઉલ્લેખનીય છે કે અગાઉ બક્સર, મુઝફ્ફરપુર, ગયામાં પણ વિરોધ પ્રદર્શન થયા હતા. સેનામાં ચાર વર્ષની ભરતીની આ યોજનાથી રોષે ભરાયેલા યુવાનોએ ગઈકાલે પથ્થરમારો પણ કર્યો હતો.બિહારના બક્સર જિલ્લામાં રેલ અને માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બક્સરના રેલવે સ્ટેશન પર લગભગ 100 યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ હતી. વિરોધને કારણે જનશતાબ્દી એક્સપ્રેસ લગભગ 30 મિનિટ મોડી પડી હતી.