Not Set/ હત્યા/ સુરતનાં VIP વિસ્તાર વેસુમાં સિક્યુરિટી ગાર્ડની નજીવી બાબતે હત્યા, ૩ ની ધરપકડ

ચાર્જર લેવા જેવી નજીવી બાબતમાં હત્યા જેવો જધન્ય અપરાધ સુરત વેસુ VIP વિસ્તારમાં સિક્યુરિટી હત્યા મામલો મોબાઈલ ચાર્જરની ચોરી કરતા હત્યા કરાઈ હત્યા કરી લાસ સચિન હજીરા હાઇવે પર ફેંકાઈ ઓળખ ન થાય તે માટે મૃતદેહ પર એસિડ નંખાયુ હત્યા કરનાર ત્રણેય શખ્શોએ જાતે ગુનો કબલ્યો ઉમરા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી સુરતના વેસુ ના […]

Gujarat Surat
dead body હત્યા/ સુરતનાં VIP વિસ્તાર વેસુમાં સિક્યુરિટી ગાર્ડની નજીવી બાબતે હત્યા, ૩ ની ધરપકડ
  • ચાર્જર લેવા જેવી નજીવી બાબતમાં હત્યા જેવો જધન્ય અપરાધ
  • સુરત વેસુ VIP વિસ્તારમાં સિક્યુરિટી હત્યા મામલો
  • મોબાઈલ ચાર્જરની ચોરી કરતા હત્યા કરાઈ
  • હત્યા કરી લાસ સચિન હજીરા હાઇવે પર ફેંકાઈ
  • ઓળખ ન થાય તે માટે મૃતદેહ પર એસિડ નંખાયુ
  • હત્યા કરનાર ત્રણેય શખ્શોએ જાતે ગુનો કબલ્યો
  • ઉમરા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી

સુરતના વેસુ ના VIP વિસ્તારમાં સિક્યુરીટી ગાર્ડની હત્યા કરી, લાશને હજીરા હાઈવે પર નાખી દેવામાં આવી છે. આટલેથી સંતોષ નાં થતા મૃતકના મોઢા પર એસીડ નાખીને બાળી દેવામાં આવ્યો હતો. જેથી કરીને મૃતકની ઓળખ જાહેર ના થાય.

પ્રાપ્ત વિગત અનુસાર સુરત શહેરના VIP વિસ્તારમાં આવેલા હાઈટેક બિલ્ડીંગની સામે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા યુવકની હત્યા અંગે પોલીસને જાણકારી મળી હતી. અને તપાસ શરુ કરી હતી.

તો બીજી બાજુ હજીરા હાઈ વે નજીક આવેલી ઝાડીઓમાંથી પોલીસને મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ અંગે સ્થાનિકોને જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. અને તપાસ કરતા સ્થળ પરથી આશરે 30 વર્ષીય યુવકની સળેલી હાલતમાં લાશ મળી આવી હતી.  ઉમરા પોલીસે લાશનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

જેમાં તપાસ કરતા આ લાશ હાઈટેક બિલ્ડીંગની સામે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા યુવક ઉમાકાન્ત તિવારી હોવાનું બહાર આવ્યું હતું.

હત્યારાઓએ યુવકને કોઈ બોથડ પદાર્થથી મારી તેનું મોત નિપજાવી હજીરા નજીક ઝાડી જંગલમાં ફેંકી દીધી હતી. આ લાશ ડી કમ્પોઝ હાલતમાં હતી.  હાલ સુરત ઉમરા પોલીસ એ આ બાબતે માહિતી આપનાર અને અન્ય બે શકમંદની કુલ ત્રણ  લોકો અટકાયત કરી લીધી છે.  સમગ્ર મામલે આ ત્રણ યુવકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં પ્રાથમિક તપાસમાં  જાણવા મળ્યું છે કે, મોબાઈલના ચાર્જર ચોરવા જેવી નજીવી બાબતમાં આ સિક્યોરીટી ગાર્ડ ઉમાકાન્ત ની હત્યા કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.