Not Set/ વાયરલ વિડિઓ/ ચીનમાં માનવીય ચહેરો ધરાવતી માછલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

પાણીમાં તરતી માછલીઓમાંથી કેટલીક માછલીઓ જોખમી હોય છે, તો કેટલીક ખૂબ જ સુંદર હોય છે, પરંતુ શું તમે ક્યારેય કોઈ એવી માછલી જોઈ છે કે જેને જોઇને તમારા રૂવાંડા ઉભા થઇ જાય ..? આ મચલી જોઇને કદાચ  તમારા રૂવાંડા ઉભા થઇ  શકે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં માનવ […]

Videos
11 11 2019 human face fish વાયરલ વિડિઓ/ ચીનમાં માનવીય ચહેરો ધરાવતી માછલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

પાણીમાં તરતી માછલીઓમાંથી કેટલીક માછલીઓ જોખમી હોય છે, તો કેટલીક ખૂબ જ સુંદર હોય છે, પરંતુ શું તમે ક્યારેય કોઈ એવી માછલી જોઈ છે કે જેને જોઇને તમારા રૂવાંડા ઉભા થઇ જાય ..? આ મચલી જોઇને કદાચ  તમારા રૂવાંડા ઉભા થઇ  શકે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં માનવ ચહેરાવાળી માછલી જોવા મળી રહી છે. આ વિડિઓ વિશે આશંકા છે કે તે એડિટ તો નથી ને…? જે હોય તે પણ આ માછલી ચીનમાં જોવા મળી છે અને પાણીમાં ખૂબ સ્પષ્ટ જોઇ શકાય છે.

એક મુલાકાતીએ દક્ષિણ ચીનના કનમિંગ શહેરની બહાર આ માછલીનો વીડિયો બનાવ્યો છે. તળાવના કાંઠે ઉભેલા મુલાકાતીને આ માછલી જોઇને  આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને તે પછી તેણે માછલીનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતાની સાથે જ તે વાયરલ થઈ ગયો છે અને અત્યાર સુધી લાખો લોકો તેને જોઇ ચૂક્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં માછલી તળાવની કાંઠે આવતી જોવા મળી રહી છે અને તેનો ચહેરો બહાર કાઢતાની સાથે જ તે માનવ ચહેરા જેવી લાગે છે. માછલીના ચહેરા પર તેના બે કાળી ફોલ્લીઓ છે જે આંખો જેવી લાગે છે જ્યારે એક સીધી રેખા હોય છે જે નાકનો આકાર બતાવે છે. આ વીડિયોમાં તે મહિલાનો અવાજ પણ છે જે તે બનાવી રહી છે અને તેને એવું કહેતા સાંભળી શકાય છે કે માછલી કોઈ દેવદૂતમાં રૂપાંતરિત થઇ ગઈ છે.

ચીનમાં આ પ્રકારની પહેલી ઘટના નથી જ્યારે માછલીનો કેસ સામે આવ્યો હોય. આ પહેલા 2016 માં માછલી વિશે ઘણી ચર્ચાઓ થઈ હતી કે તેનો ચહેરો માણસ જેવો છે. આ માછલી હુનાન પ્રાંતના વુગાંગ શહેરમાં પકડાઇ હતી.

https://twitter.com/Unexplained/status/1192886685434023938

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.