Not Set/ મહારાષ્ટ્રની માંઠાગાંઠ/ સરકાર રચવાનો સેનાનો દાવો, સોનિયા-ઉદ્દવ વચ્ચે થઇ ટેલીફોનીક વાત

ભાજપના ઇનકાર બાદ રાજ્યપાલે બીજી સૌથી મોટી પાર્ટી શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ સૌથી મોટી પાર્ટી શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. આ પહેલા રાજ્યપાલે શનિવારે ભાજપને પૂછ્યું હતું કે સરકાર બનાવવાને લઇને શું ઇચ્છા છે. જોકે પાર્ટીએ રવિવારે સરકારના ગઠનથી ઇનકાર કરી દીધો હતો. ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે […]

Top Stories India
soniya udhav મહારાષ્ટ્રની માંઠાગાંઠ/ સરકાર રચવાનો સેનાનો દાવો, સોનિયા-ઉદ્દવ વચ્ચે થઇ ટેલીફોનીક વાત

ભાજપના ઇનકાર બાદ રાજ્યપાલે બીજી સૌથી મોટી પાર્ટી શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ સૌથી મોટી પાર્ટી શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. આ પહેલા રાજ્યપાલે શનિવારે ભાજપને પૂછ્યું હતું કે સરકાર બનાવવાને લઇને શું ઇચ્છા છે. જોકે પાર્ટીએ રવિવારે સરકારના ગઠનથી ઇનકાર કરી દીધો હતો.

soniya udhav.jpg1 મહારાષ્ટ્રની માંઠાગાંઠ/ સરકાર રચવાનો સેનાનો દાવો, સોનિયા-ઉદ્દવ વચ્ચે થઇ ટેલીફોનીક વાત

ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે શિવસેના અમારી સાથે સરકારનું ગઠન ન કરીને જનાદેશનું અપમાન કર્યું છે. રવિવારે કોંગ્રેસ અને શિવસેનાએ તેમના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. કોંગ્રેસે કહ્યું કે શિવસેના સાથે તેઓ નહીં જાય. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું- પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મુખ્યમંત્રી શિવસેનાનો હશે. જો તેમણે કહ્યું છે તો કોઇ પણ કિંમતે મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે.

soniya udhav pawar મહારાષ્ટ્રની માંઠાગાંઠ/ સરકાર રચવાનો સેનાનો દાવો, સોનિયા-ઉદ્દવ વચ્ચે થઇ ટેલીફોનીક વાત

બાદમાં મહારાષ્ટ્ર રાજ્યપાલે શિવસેનાને સરકાર રચવા આમંત્રણ આપ્યું તે સામે સેના દ્વારા આમંત્રણ સ્વીકારી સરકાર બનાવવા માટે દાવો પણ કરવામાં આવ્યા છે.  એનસીપીએ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની શરત સાથે શિવસેનાને ટેકો આપવાની વાત કરી છે. તેમણે શિવસેનાને NDAમાંથી છૂટા થવાની શરત કરી છે. જો કે, આ મામલે સેના થોડી આગળ વધી હોય તેવી રીતે સેનાનાં એક સાંસદ દ્વારા કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. જી હા આજ પરિણામે કેન્દ્રની મોદી સરકારમાં શિવ સેનાના ક્વોટાના પ્રધાન અરવિન્દ સાવંતે તેમના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધા બાદ શિવ સેનાએ કહ્યુ છે કે ભાજપની સાથે તેના સંબંધ હવે માત્ર ઔપચારિકતા છે. શિવ સેનાના પ્રવકતા સંજય રાઉતે કહ્યુ છે કે ભાજપે વધારે ધ્યાન આપ્યુ નથી.

sena 1 મહારાષ્ટ્રની માંઠાગાંઠ/ સરકાર રચવાનો સેનાનો દાવો, સોનિયા-ઉદ્દવ વચ્ચે થઇ ટેલીફોનીક વાત

તમામ ગતી વિધીઓ વચ્ચે સેનાપ્રમુખ ઉદ્દવ ઠાકરે આને કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ ટેલીફોનીક વાત કરી હોવાના અહેવાલો સંપડી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, એક આવી પણ રાજકીય ચર્ચા છે કે, મહારાષ્ટ્ર કોંગ્રેસનાં અનેક MLA સેનાને સરકાર રચનામાં સાથ આપવાની વાતને સમર્થન કરી રહ્યા છે અને તે જ કારણે દિલ્હી પણ આવીશે વિચાર ધરાવતી થઇ છે. અને રાજકારણ માટે કાયમ કહેવામાં આવ્યું છે કે કોઇ કાયમી મિત્ર નથી અને કોઇ કાયમી દુષ્મન પણ નથી જ. તેનાનાં આગલા વલણ સાથે જ મહારાષ્ટ્રમાં નવી સમીકરણોની રાજનિતીનો પાયો નંખાશે તે વાત ચોક્કસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.