Asia Cup/ કોહલીએ આ મામલે ક્રિકેટના ભગવાન ‘સચિન તેંડુલકર’ને પાછળ છોડી દીધા

ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ આ મેચને ખાસ બનાવી હતી.

Asia Cup Trending
Virat Kohli કોહલીએ આ મામલે ક્રિકેટના ભગવાન 'સચિન તેંડુલકર'ને પાછળ છોડી દીધા

એશિયા કપના સુપર-4માં ભારત-પાકિસ્તાનની ટીમ રવિવારે (10 સપ્ટેમ્બર) રમવા મેદાનમાં ઉતરી હતી. પરંતુ વરસાદને કારણે રવિવારે મેચ પૂર્ણ થઈ ન હતી, તેથી બંને ટીમો સોમવારે (11 સપ્ટેમ્બર) રિઝર્વ ડે પર રમી હતી. ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ આ મેચને ખાસ બનાવી હતી. તેમણે વનડેમાં પોતાના 13 હજાર રન પૂરા કર્યા છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં કોહલીએ પાકિસ્તાન સામે શાનદાર ઇનિંગ રમી હતી. તે વનડેમાં 13 હજાર રન પૂરા કરનાર પાંચમાં બેટ્સમેન બન્યા છે.

વિરાટ કોહલી પહેલા મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર, પૂર્વ શ્રીલંકાના કેપ્ટન કુમાર સંગાકારા, પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ અને પૂર્વ શ્રીલંકાના કેપ્ટન સનથ જયસૂર્યા 13 હજારથી વધુ રન બનાવી ચુક્યા છે. જોકે, કોહલી એક બાબતમાં આ તમામ દિગ્ગજોથી આગળ નીકળી ગયા છે. તે સૌથી ઓછી ઇનિંગ્સમાં 13 હજાર રન બનાવનાર ખેલાડી બન્યા છે. આ મામલે વિરાટે સચિન તેંડુલકરનો પણ રેકોર્ડ તોડ્યો છે.

કોહલીની કારકિર્દીની 47મી સદી

કોહલીની વનડે કારકિર્દીની આ 47મી સદી છે. આ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરથી માત્ર બે ડગલાં દૂર છે. તેંડુલકરે 463 ODI મેચોમાં 49 સદી ફટકારી છે. કોહલીએ 278 મેચમાં 47 સદી ફટકારી છે. વિરાટે એશિયા કપમાં હજુ ઓછામાં ઓછી બે વધુ મેચ રમવાની છે. જો ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચશે તો તેને ત્રણ મેચ મળશે. આવી સ્થિતિમાં તે આ ટૂર્નામેન્ટ દરમિયાન જ તેંડુલકરની બરાબરી કરી શકે છે અથવા તો તેનાથી પણ આગળ નીકળી શકે છે.

રોહિત શર્મા તેંડુલકર-કોહલીથી ઘણા પાછળ છે

તેંડુલકર અને કોહલી બાદ સૌથી વધુ ODI સદી ફટકારનાર ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ છે. રોહિતે 247 મેચમાં 30 સદી અને પોન્ટિંગે 375 મેચમાં 30 સદી ફટકારી છે. પોન્ટિંગે નિવૃત્તિ લીધી છે. આ બંને બાદ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યા પાંચમા સ્થાને છે. તેણે 445 મેચમાં 28 સદી ફટકારી છે.

આ પણ વાંચો: Asia Cup/ અરે બાપ રે… કેએલ રાહુલે શાદાબના બોલને રોકેટની જેમ બાઉન્ડ્રીની બહાર ફેંકી દીધો: જુઓ વીડિયો

આ પણ વાંચો: Pakistan/ પાકિસ્તાનની ટીમના આ 2 સભ્યો કસીનોમાં જુગાર રમવા પહોંચ્યા!

આ પણ વાંચો: Morocco Earthquake/ મોરોક્કોમાં આટલો વિનાશક ભૂકંપ કેમ આવ્યો?