IND vs ENG/ વિરાટ કોહલીએ આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમનાં દરવાજા પર કાઢ્યો ગુસ્સો, Video

વિરાટ કોહલીએ આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમનાં દરવાજા પર કાઢ્યો ગુસ્સો, એકવાર ફરી ક્રિઝ પર પગ જમાઇ દીધા બાદ આઉટ થઇ જવાથી તેણે આ પ્રકારનો Angry Look બતાવ્યો હતો.

Sports
1 108 વિરાટ કોહલીએ આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમનાં દરવાજા પર કાઢ્યો ગુસ્સો, Video

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટનો ચોથો દિવસ ટીમ ઈન્ડિયાનાં નામે રહ્યો હતો. જો કે આ બીજી ઇંનિંગમાં એકવાર ફરી કોહલી વિરાટ ઇનિંગ રમી શક્યો નહતો. કેપ્ટન કોહલી ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટની બીજી ઈનિંગમાં 44 રન બનાવી આઉટ થયો હતો. મોઈન અલીનો બોલ વિરાટ કોહલીનાં બેટની બહારની ધાર સાથે અથડાયો અને પ્રથમ સ્લિપ પર હાજર ક્રેગ ઓવરટોને એક સરળ કેચ પકડ્યો હતો. કોહલી અણનમ 22 રન બનાવ્યા બાદ ત્રીજા દિવસે પેવેલિયન પરત ફર્યો હતો. તેની આંખો ક્રીઝ પર સ્થિર થઇ ગઇ હતી અને આ દરમિયાન તેણે એક શાનદાર કવર ડ્રાઇવ ફટકારી હતી. આઉટ થતા પહેલા કોહલીએ ઓવરટનનાં બોલ પર કેટલાક શોટ લગાવ્યા હતા.

આ પણ વાંચો – ટીમ ઇન્ડિયા માં ફરી કોરોના સંક્રમણ / ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા

જો કે, ઈંગ્લેન્ડ ટીમનાં કેપ્ટન જો રૂટે સ્પિનથી હુમલો કરવાનો નિર્ણય કર્યો, જેના કારણે ભારતીય કેપ્ટન મૂંઝવણમાં મુકાઈ ગયો. મોઈન અલીએ દિવસની પહેલી જ ઓવરમાં ભારતીય કેપ્ટનને આઉટ કર્યો હતો. કોહલી તેની 28 અડધી સદીથી 6 રન દૂર હતો. તે ફ્રન્ટ ફૂટ પર ઘણો આગળ આવ્યો હતો, અને બેટની કિનારીએ અડીને બોલ પ્રથમ સ્લિપ પર ઓવરટોનનાં હાથમાં ચાલ્યો ગયો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, છેલ્લી 53 ઇનિંગ્સથી સદીની રાહ જોઇ રહ્યો હતો, આઉટ થયા બાદ તે નિરાશ થઈને પેવેલિયન પરત ફર્યો. જે રીતે તેને આઉટ કરવામાં આવ્યો તેનાથી તે ખુશ ન હોવાથી તે ગુસ્સે થઇ ગયો હતો. જણાવી દઇએ કે, કોહલીએ વર્તમાન સીરીઝમાં ત્રણથી વધુ સમયે ઓફ-સ્ટમ્પની બહાર તેની વિકેટ ગુમાવી છે. હવે એકવાર ફરી ક્રિઝ પર પગ જમાઇ દીધા બાદ આઉટ થઇ જવાથી તે ખૂબ જ ગુસ્સે થઇ ગયો હતો. કોહલીએ ડ્રેસિંગ રૂમની અંદર જતાં ગુસ્સામાં દરવાજાને જોરથી ધક્કો માર્યો હતો. તે સમયે તે ભાવુક પણ દેખાઈ રહ્યો હતો.

આ પણ વાંચો – પેરાલિમ્પિક / ટોક્યોમાં રંગારંગ કાર્યક્રમ સાથે પેરાલિમ્પિકનું ભવ્ય સમાપન,ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન

ભારતીય ટીમે રિષભ પંત અને શાર્દુલ ઠાકુરની શાનદાર ઇનિંગ્સને આભારી ઈંગ્લેન્ડને જીતવા માટે 368 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઇન્ડિયાની બીજી ઇનિંગ 466 રનમાં ઓલઆઉટ થઇ હતી. ઈંગ્લેન્ડે ચોથા દિવસે સ્ટમ્પ સુધી 32 ઓવરમાં વિના વિકેટે 77 રન બનાવ્યા હતા. યજમાન ટીમને જીતવા માટે 291 રનની જરૂર છે જ્યારે ભારત જીતથી 10 વિકેટ દૂર છે. એ જોવું રસપ્રદ રહેશે કે અંતિમ દિવસે મેચ કઇ તરફ વળાંક લે છે, શું ભારત સીરીઝમાં 2-1 ની લીડ બનાવી શકે છે, જોવુ રહ્યુ.