Not Set/ જીવન અને મૃત્યુ વચ્ચેની જંગ હાર્યો વિવાન, 16 કરોડનું ફંડ ભેગું થાય તે પહેલાં લીધા અંતિમ શ્વાસ

વિવાન સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી SMA-1 નામની ગંભીર બિમારીથી પીડાતા ગીર સોમનાથના 4 માસના વિવાને ગઇકાલે સાંજે ઘરે અંતિમ શ્વાસ લીધો હતો…

Ahmedabad Gujarat
વિવાન

ગીર સોમનાથના આલિદર ગામના વિવાન નામના બાળકને પણ SMA નામની ગંભીર બીમારી હતી. વિવાનની બીમારીને લઈને તેનો પરિવાર ચિંતામાં મૂકાયો હતો. આ આખરે વિવાને ગઇકાલે વિવાને દુનિયાને અલવિદા કહી વિદાય લીધી છે.

આ પણ વાંચો :શહેરી જનસુખાકારી દિવસ નિમિત્તે જિલ્લાની નગરપાલિકાઓના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

વિવાન

મળતી માહિતી અનુસાર, વિવાન સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી SMA-1 નામની ગંભીર બિમારીથી પીડાતા ગીર સોમનાથના 4 માસના વિવાને ગઇકાલે સાંજે ઘરે અંતિમ શ્વાસ લીધો હતો. 16 કરોડના ખર્ચને લઈ વિવાનના માતા-પિતા લોકો પાસે મદદ માંગી રહ્યા હતા. 16 કરોડનું ફંડ ભેગુ થાય તે પહેલાં જ વિવાનએ દુનિયાને કહી અલવિદા કહી દીધું છે. હાલ વિવાનની ડેડ બોડીને સોલા સિવિલ ખાતે કોલસ્ટોરેજમાં રાખવામાં આવી છે. થોડા કલાકો બાદ વિવાનની પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવશે. ત્યારબાદ વિવાનની અંતિમ વિધિ તેના વતનમાં કરવામાં આવશે. વિવાનના પરિજનો સોલા સિવિલ ખાતે હાજર છે.

આ પણ વાંચો : ઝુવાડા રણમાં 5345.17 લાખના ખર્ચે પાઇપલાઇનની યોજનાની દરખાસ્ત

ગીર સોમનાથના વિવાને અંતિમ શ્વાસ લેતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. આ સાથે જ વિવાનના પિતાનું નિવેદન આપતા લોકોને હવે વિવાન મિશન અંતર્ગત ફંડ ન ઉઘરાવવા અપીલ કરી છે. તેઓએ સામાજિક સંસ્થાઓને મદદ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે 4 મહિનાનો વિવાન બીમારી સામે હારી ગયો. અત્યાર સુધીમાં વિવાનની મદદ માટે 2 કરોડ 620 લાખ ભેગા કરવામાં આવ્યા ત્યારે હવે આ તમામ રૂપિયા સેવાના કામ માટે વાપરવામાં આવશે તેવું બાળક વિવાનના પિતાએ નિવેદન આપતા જણાવ્યું છે.

અશોકભાઇના કહ્યું થોડા સમય પહેલા પુત્ર બીમાર પડતા જૂનાગઢ સિવિલ લઈ જવાયો હતો..શ્વાસમાં તકલીફ પડવાના કારણે રિપોર્ટ કરાવ્યા હતા અને ચેન્નઈ મોકલ્યા હતા બાદમાં ખબર પડી કે, આ બાળકને આ ગંભીર બીમારી છે. ધૈર્યરાજને આ જ પ્રકારની બીમારી હતી અને તેને ગુજરાતની પ્રજાએ દાન આપીને 16 કરોડ એકત્ર કર્યા હતા. ત્યારે અશોકભાઈ પણ પોતાના પુત્રને બચાવવા ગુજરાતની પ્રજાને અપીલ કરી રહ્યા છે.

આ પણ વાંચો :સિટીલાઈટ વિસ્તારમાં રહેતી 16 વર્ષની શ્રદ્ધા પટેલે મિસ ટીન ઈન્ડિયા સ્પર્ધાનો ખિતાબ જીત્યો

આપને જણાવી દઈએ કે, ગુજરાતના દાનવીરોએ સહાયની સરવાણીથી 16 કરોડનું ઇંજેકશન ખરીદીને ધૈર્યરાજનો જીવ બચાવ્યો.ધૈર્યરાજ સમયે ગુજરાતીઓએ દિલ ખોલીને દાન કર્યું હતું અને તેનો જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો :રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો , રવિવારે નોંધાયા માત્ર 25 નવા કેસ