Not Set/ છોટાઉદેપુર જિલ્લા ના જેતપુર માં સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું

જેતપુર પાવી ગ્રામ પંચાયત અને વેપારી મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યું સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન – છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ગામે વધતા જતા કોરોના કેસને દયાનમાં રાખીને ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને વેપારી મંડળ દ્વારા સમગ્ર વેપારીઓ, ગામના અગ્રગણીઓ ની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરપંચ તથા ગામના અગ્રણીઓ દ્વારા હાલની પરિસ્તીથી ને લઈ […]

Gujarat
lockdown2 છોટાઉદેપુર જિલ્લા ના જેતપુર માં સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું

જેતપુર પાવી ગ્રામ પંચાયત અને વેપારી મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યું સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

– છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ગામે વધતા જતા કોરોના કેસને દયાનમાં રાખીને ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને વેપારી મંડળ દ્વારા સમગ્ર વેપારીઓ, ગામના અગ્રગણીઓ ની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરપંચ તથા ગામના અગ્રણીઓ દ્વારા હાલની પરિસ્તીથી ને લઈ એક નિર્ણય લેવામાં આવ્યો હતો

સરપંચએ જણાવ્યું હતું કે, જેતપુર પાવી ખાતે છેલ્લા 15 દિવસથી દરરોજ અંદાજીત 30 થી 35 જેટલા કોરોના કેસ આવતા જાય છે. હાલમાં લગભગ 400 કરતા પણ વધુ કેસો આ વિસ્તારમાં પોઝેટીવ આવેલા છે ત્યારે આવનાર 15 દિવસ પછી સ્થિતિ હજી પણ ગંભીર બની શકે છે છે. જો આવા સંજોગોમાં ગામ એક થઇ આગળ નહિ આવે તો આવનાર સમયમાં જેતપુર પાવી ગામે અને તાલુકાએ તેનું ગંભીર પરીણામ પણ ભોગવવું પડી શકે છે. હાજર સર્વે વેપારીઓ- ગામના નાગરિકો અને અગ્રગણીઓ એક મતે પોતાના ગામને બચાવવા માટે જેતપુર ગામને આગામી સોમવાર તારીખ 26/4 થી રવિવાર તા. 2/05/21 એમ સાત દિવસ માટે ગામમાં સંપૂર્ણ લોકડાઉંન માટે તૈયારી બતાવી હતી.
જેના ભાગ સ્વરૂપે એપીએમસીના પૂર્વ ચેરમેન ઉમેશભાઈ શાહ દ્વારા સર્વે લોકોની મંજુરી અને ગામના ભવિષ્યને દયાનમાં લઇ સાત દિવસ માટે સંદતર બંધના એલાનની જાહેરાત કરી હતી. આ દિવસો દરમિયાન મેડિકલ ઇમર્જિંન્સીઝ સેવાઓ ચાલુ રહેશે અને દૂધ અને શાકભાજી માટે નિયત સમય નક્કી કરી ગામને જાણ કરવામાં આવશે. જુદા જુદા વેપારી એસોસિયેશનના દ્વારા પણ ગામહિતના આ નિર્ણય માટે ગ્રામ પંચાયત અને વેપારી મંડળને ટેકો આપી સંપૂર્ણ સહકારની એકજુઠે જાહેરમાં ખાત્રી આપવામાં આવી હતી